Pakistan : પાણી માટે સળગ્યું સિંધ, પ્રદર્શનકારીઓએ મંત્રીનું ઘર બાળ્યું! બેનાં મોત
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છ નહેર પ્રોજેક્ટ સામે હિંસક પ્રદર્શનો થયા છે. પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રીના નિવાસસ્થાને આગચંપી કરી...

વિકાસ vs વિરોધ, પાણીની તંગીનો પ્રકોપ...

વિકાસ vs વિરોધ, પાણીની તંગીનો પ્રકોપ...
પાકિસ્તાન (Pakistan)ના સિંધ પ્રાંતમાં છ નહેર પ્રોજેક્ટના અમલીકરણ સામે હિંસક વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરના નિવાસસ્થાને આગ લગાડી દીધી હતી, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પોલીસ સાથે થયેલી અથડામણમાં બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ચૌલિસ્તાન નહેર પ્રોજેક્ટ અને રાજકીય તણાવ...
આ વિરોધ ખાસ કરીને ચૌલિસ્તાન નહેર પ્રોજેક્ટને લઈને વધુ તીવ્ર બન્યો છે. આ પ્રોજેક્ટને કારણે પાકિસ્તાન (Pakistan) પીપલ્સ પાર્ટી (PPP) અને કેન્દ્ર સરકાર વચ્ચે તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટનું અંદાજિત બજેટ ₹211.4 અબજ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સિંધમાં 400,000 એકર જમીનને ખેતીલાયક બનાવવાનો છે.
જોકે, કોમન ઇન્ટરેસ્ટ્સ કાઉન્સિલ (CCI) એ પરસ્પર સમજૂતી વિના આ પ્રોજેક્ટને નકારી કાઢ્યો છે, જેના કારણે વિરોધ વધુ તીવ્ર બન્યો છે. આ અસ્વીકૃતિ છતાં, પ્રદર્શનો ચાલુ છે, અને સિંધમાં વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો આ પ્રોજેક્ટનો મજબૂત વિરોધ કરી રહ્યા છે.
હિંસાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું...
સિંધમાં ફેલાયેલી હિંસાને લઈને રાજકીય નિવેદનો પણ સામે આવ્યા છે. PPP અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ હિંસાત્મક હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવીને તેની સખત નિંદા કરી છે. આ ઘટના પાકિસ્તાન (Pakistan)માં આંતરિક રાજકીય ખેંચતાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને લઈને ઉદ્ભવતા તણાવને ઉજાગર કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?