પાકિસ્તાન શરૂઆતમાં ભારત પર હુમલો કર્યાની વાતને બે કલાક સુધી છુપાવતું રહ્યું, પરંતુ આખરે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારત પર હુમલો કર્યાની વાત સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને બુધવાર રાતથી જ ભારત પર હુમલા શરૂ કરી દીધા હતા. પાકિસ્તાને ભારતનાં ૧૫ શહેરોને મિસાઈલો અને ડ્રોનથી નિશાન બનાવ્યાં હતાં, પરંતુ પહેલેથી જ સાવધ ભારતીય સેનાએ પાકિસ્તાનના મિસાઈલ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી લઈને રાજસ્થાન અને પંજાબના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતે પાકિસ્તાનના ૩ ફાઈટર જેટને તોડી પાડ્યા છે. પાકિસ્તાનનો એક પાયલટ પણ ભારતીય સેનાના હાથે ઝડપાયો છે. ભારતે પાકિસ્તાનના જે ફાઈટર જેટને તોડી પાડ્યા છે, તેમાં જેએફ-17 અને એફ-16 નો સમાવેશ થાય છે. ભારતીય સેના પણ પાકિસ્તાન પર વળતો હુમલો કરી રહી છે.