India ના બદલાના ભયથી Pakistan બેબાકળું, PoK ના લોકોને રાશન ભેગું કરવા આદેશ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના સંભવિત વળતા પ્રહારના ડરથી પાકિસ્તાન ગભરાયું છે. તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના નાગરિકોને...

જો યુદ્ધ થશે તો પાકિસ્તાન...

જો યુદ્ધ થશે તો પાકિસ્તાન...
પાકિસ્તાન (Pakistan)ને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે ભારત (India) તેના પર ચોક્કસ હુમલો કરશે. આથી, ભારતીય સેનાના હુમલાથી બચવા માટે પાકિસ્તાન (Pakistan) તમામ સ્તરે તૈયારીઓમાં લાગી ગયું છે. ખૈબરપખ્તુન્ખવામાં હવાઈ હુમલાનું સાયરન લગાવ્યા અને સરહદ નજીકના ગામોની આસપાસ બંકરો બનાવવાનો પ્રયાસ તેજ કર્યા બાદ, હવે પાકિસ્તાન (Pakistan) સરકારે PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) ના નાગરિકોને લાંબા સમય માટે ખાદ્યાન્નનો સંગ્રહ રાખવા વિનંતી કરી છે. જેથી યુદ્ધ થાય તો ત્યાંના નાગરિકોને ખાવા-પીવાની તંગીનો સામનો ન કરવો પડે.
પાકિસ્તાન (Pakistan) અધિકૃત કાશ્મીરે આ આદેશ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LoC) પાસે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને આપ્યો છે. LoC ના રહેવાસીઓને પાકિસ્તાને ખાવા-પીવાના સામાનનો પૂરતો ભંડાર કરવા જણાવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન માની ચૂક્યું છે કે ભારતીય સેના આ આતંકવાદી હુમલાનો બદલો ચોક્કસ લેશે. પાકિસ્તાન (Pakistan)ને ખબર છે કે, ભારત (India)ના PM નરેન્દ્ર મોદી જે કહે છે, તે કરીને પણ બતાવે છે.
બાલાકોટ અને PoK માં ભારત કરી ચૂક્યું છે સર્જિકલ સ્ટ્રાઈક...
પાકિસ્તાનને ભારત (India)ના હુમલાનો ડર એટલા માટે પણ વધી ગયો છે કારણ કે અગાઉ ભારતીય સેનાએ ઉરી અને પુલવામા હુમલાનો બદલો પણ PoK અને બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને લીધો હતો. ત્યારે પણ PM મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓને તેમના કૃત્યોની કિંમત ચોક્કસ ચૂકવવી પડશે. આ વખતે પણ PM મોદીએ પહેલગામ હુમલા બાદ કહ્યું છે કે આતંકવાદીઓ ગમે ત્યાં છુપાયેલા હોય, તેમને તેમની કલ્પનાથી પણ મોટી સજા આપવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?