કાબુલ હોસ્પિટલ પર પાક.ની એરસ્ટ્રાઈક; 400નાં મોત
કાબુલની ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર બોમ્બમારો; 250 થી વધુ ગંભીર ઈજાગ્રસ્ત

કાબુલ હોસ્પિટલ પર પાક.ની એરસ્ટ્રાઈક

કાબુલ હોસ્પિટલ પર પાક.ની એરસ્ટ્રાઈક
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે વહેલી સવારે તાલિબાન શાસિત અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલની એક મોટી હોસ્પિટલને નિશાન બનાવી છે.
આ ભયાનક એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મધરાતે ત્રાટક્યા બોમ્બ
અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ કાબુલમાં આવેલી 'ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ' (નશામુક્તિ કેન્દ્ર) પર રાત્રે 9 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો.
આ 2,000 બેડની મોટી હોસ્પિટલનો મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો છે. તાલિબાને આ ઘટનાને 'માનવતા વિરુદ્ધનો ગુનો' ગણાવીને પાકિસ્તાનની કડક શબ્દોમાં નિંદા કરી છે. અફઘાન ક્રિકેટર રાશિદ ખાને પણ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.
બીજી તરફ, પાકિસ્તાને હોસ્પિટલ પર હુમલો કર્યાના આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે જણાવ્યું હતું કે તેમની સેનાએ માત્ર કાબુલ અને નાંગરહારમાં આવેલા લશ્કરી સ્થાપનો અને દારૂગોળાના ભંડારને જ નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાનનો દાવો છે કે તાલિબાન શાસન આતંકી જૂથોને ટેકો આપી રહ્યું છે, જેના જવાબમાં આ 'પ્રિસિઝન એરસ્ટ્રાઈક' કરવામાં આવી છે.
'ઓપન વોર'ની સ્થિતિ
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે અગાઉ જ જાહેર કર્યું હતું કે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન સાથે 'ખુલ્લા યુદ્ધ' (Open War) માં છે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો વચ્ચે સરહદ પર ગોળીબાર અને હુમલાઓ સતત વધી રહ્યા છે.
કતાર દ્વારા કરવામાં આવેલ યુદ્ધવિરામનો કરાર પણ હવે નિષ્ફળ જતો જણાય છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષમાં સેંકડો સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. વિશ્વભરની નજર હવે તાલિબાનના વળતા પ્રહાર પર મંડાયેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?