Pakistan-Afghanistan તણાવ ચરમસીમા પર, BLA નો મોટો દાવો, સીમા પર ભીષણ જંગ શરૂ!
અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાન પર હુમલો શરૂ કરી દીધો છે અને પાકિસ્તાનના ચાઘી જિલ્લામાં બંને સેનાઓ વચ્ચે ભીષણ અથડામણ...

અફઘાન સેના પાકિસ્તાનમાં ઘૂસી...!

અફઘાન સેના પાકિસ્તાનમાં ઘૂસી...!
ભારતના 'ઓપરેશન સિંદૂર'માં ભારે માર ખાધા બાદ પાકિસ્તાન પર વધુ એક મોટી મુસીબત આવી પડી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાન પર હુમલો શરૂ કરી દીધો છે અને અફઘાન સેના પાકિસ્તાનની અંદર ઘૂસી ગઈ છે. BLA એ એક ચિંતાજનક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ભીષણ બોમ્બમારા અને ટેન્કોની તૈનાતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
જવાબી કાર્યવાહી અને સીમા પર યુદ્ધ જેવો માહોલ...
પ્રાથમિક અહેવાલો અનુસાર, પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન તરફથી તાલિબાન આર્મીએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે જંગ જેવો માહોલ સર્જાયો છે.
બલૂચિસ્તાનમાં ભીષણ અથડામણ...
રિપોર્ટ્સ મુજબ, અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનો દાવો BLA દ્વારા કરવામાં આવ્યો છે. ઘટના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચાઘી જિલ્લામાં યુદ્ધની સ્થિતિ...
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ જંગ પાક બોર્ડરને અડીને આવેલા ચાઘી જિલ્લામાં શરૂ થઈ છે. અહીં પાકિસ્તાન અને તાલિબાન ફોર્સિસ વચ્ચે તીવ્ર ઝપાઝપી ચાલી રહી છે અને બંને પક્ષો દ્વારા આડેધડ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
POK પર પણ હુમલાનો દાવો અને બ્લેકઆઉટ...
BLA એ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, તાલિબાન આર્મીએ પાક અધિકૃત કાશ્મીર (POK) ના રાવલકોટ પર પણ હુમલો કર્યો છે. આ ઉપરાંત, લાહોરમાં બ્લેકઆઉટ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાંથી નાગરિકોના પલાયનની ખબરો પણ સામે આવી રહી છે, કારણ કે લોકોમાં કોઈ મોટા સૈન્ય સંઘર્ષની આશંકા ઘર કરી ગઈ છે. શું આ તણાવ એક સંપૂર્ણ યુદ્ધમાં પરિણમશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?