પાક-અફઘાન યુદ્ધ: પાકિસ્તાની શહેરો પર ડ્રોન હુમલા
પાકિસ્તાની એરસ્ટ્રાઈક બાદ તાલિબાનનો આક્રમક બદલો; અનેક સૈન્ય મથકોને નિશાન બનાવ્યા..

પાક-અફઘાન યુદ્ધ

પાક-અફઘાન યુદ્ધ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે પૂર્ણ કક્ષાના સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. શુક્રવારે પ્રાપ્ત અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેના દ્વારા કાબુલ અને કંધારમાં કરવામાં આવેલા ભારે બોમ્બમારો અને એરસ્ટ્રાઈકના ગણતરીના કલાકોમાં જ અફઘાન ડિફેન્સ ફોર્સે વળતો પ્રહાર કર્યો છે.
તાલિબાનના પ્રવક્તાએ દાવો કર્યો છે કે તેમના 'કામિકાઝ ડ્રોન' પાકિસ્તાનની સરહદ ઓળંગીને અંદરના શહેરો સુધી પહોંચી ગયા છે.
પાકિસ્તાની સૈન્ય મથકો પર હુમલો
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમના ડ્રોન હુમલામાં પાકિસ્તાનના કોહાટ સ્થિત સેન્ટ્રલ કમાન્ડ, કોહાટ બ્રિગેડ અને રાવલપિંડીના મહત્વના સૈન્ય સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ હુમલા બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હોવાના અહેવાલ છે, જેના પગલે સમગ્ર પાકિસ્તાનમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે.
બંને પક્ષે જાનહાનિના અહેવાલ
અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ નજીક ખાનગી એરલાઇન 'કામ એર'ના ફ્યુઅલ ડેપો અને રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયાના અહેવાલ છે.
પાકિસ્તાનનો દાવો છે કે તેઓ માત્ર TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે અફઘાનિસ્તાન તેને પોતાની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યું છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ સ્થિતિને 'ઓપન વોર' ગણાવી છે. બીજી તરફ, તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની ધરતી પર થતા દરેક હુમલાનો જવાબ હવે પાકિસ્તાનની ધરતી પર જ આપવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આ સંઘર્ષમાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. જો આ હિંસા અટકાવવામાં નહીં આવે, તો આ સંઘર્ષ એક મોટા પ્રાદેશિક યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?