લેબેનોનમાં પેજર બોમ્બ, શું સ્માર્ટ વોચ કે ઇયર ફોનનો પણ થઇ શકે છે ઉપયોગ?
આતંકવાદ સામે ઇઝરાયલ નવી નવી ટેકનોલોજીનો કરી રહી ઉપયોગ

Drone used for Bombing

Drone used for Bombing
કોઈ પણ સંસ્થા, દેશ કે સરકારે આ શ્રેણીબધ્ધ પેજર બોમ્બ ધડાકાની જવાબદારી લીધી નથી. પરંતુ શ્રેણીબધ્ધ ધડાકા પછી બૈરુત સ્થિત ડેટા એનાલિસ્ટ રાલ્ફ બડાઉને એવી ટિપ્પણી કરી કે જેમના પેજરમાં વિસ્ફોટ થયા છે તે તમામ ઓપરેટિવના નામ અને લોકેશન ઇઝરાયલી જાણતા હશે. જ્યારે સુરક્ષા નિષ્ણાંત હમેઝે અટરનું અવલોકન છે કે ઇઝરાયલે હિઝબુલ્લાહને સંદેશો આપ્યો છે કે અમે તમને આનાથી પર વધારે નુકસાન કરી શકીએ છીએ.
તો બ્રિટનની સેનાના પૂર્વ અધિકારી તથા બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાંત ક્રિશ હન્ટરે એવું અર્થઘટન કર્યું કે ઇઝરાયલ દુનિયા ભરમાં પથરાયેલા તેના દુશ્મનોને ચેતવણી આપે છે કે તમારો પણ વારો આવી શકે છે. સંદેશો ખૂબ સ્પષ્ટ છે કે અમે કોઇને પણ નિશાન બનાવી શકીએ, અમે તમારા સંદેશા વ્યવહારને નિશાન બનાવી શકીએ, અમે તમારા શરીર પરની કોઇ પણ વસ્તુને હથિયારમાં રૂપાંતરીત કરી શકીએ જેનાથી તમને નુકસાન થાય.
ઓસ્ટ્રેલિયા સ્થિત આર્મામેન્ટ રીસર્ચ સર્વિસીઝના ડિરેક્ટર એનઆર જેનસેન જોન્સનો અનુભવ એવુ કહે છે કે આ પ્રકારના હુમલા કરવા માટે ઇઝરાયલ નામના ધરાવે છે.
આ અવલોકન તો બરાબર પરંતુ આ પેજરમાં વિસ્ફોટ થયા કેવી રીતે, આ પ્રશ્ન બધા ને સતાવે છે અને નિષ્ણાંતો તેના જવાબ શોધી રહ્યા છે.
આ પેજરનું ઉત્પાદન તાઇવાન સ્થિત એપોલો કંપની કરે છે. શ્રેણીબધ્ધ ધડાકા પછી કંપની તૂરંત સ્પષ્ટતા કરી છે કે આમ તેમનો કોઈ હાથ નથી. સાથે એવી માહિતી પણ આપી કે હંગેરી સ્થિત BAC કંપનીને તેમણે ત્રણ વર્ષ માટે કંપનીના નામે પેજર બનાવવાના અધિકાર આપ્યાં છે.
અખાતી અને પશ્ચિમી દેશના અખબારો અને ન્યૂઝ એજન્સીઓએ સૂત્રોના હવાલે એવા અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે કે ઇઝરાયલે થોડા વર્ષ પૂર્વે એક શેલ કંપની (બેનામી કંપની) હંગેરીમાં સ્થાપી પેજર નું ઉત્પાદન શરૂ કર્યું હતું. એક સમાચાર પ્રમાણે ઓગસ્ટ મહિનામાં જ હિજબુલ્લાહે હંગેરીથી પેજર આયાત કરી તેની કેડરમાં વિતરણ કર્યું હતું.
હિજબુલ્લાહનું પેજર તરફ વળવા પાછળનું કારણ એવું છે કે મોબાઇલ ફોનને હથિયાર બનાવી હત્યા થઇ શકે છે તેવી માહિતી અને અનુભવના આધારે મોબાઇલ ફોનના વપરાશ બંધ કરી, સંદેશાવ્યવહાર માટે પેજરનો ઉપયોગ શરૂ કર્યો હતો.આવી ઘટના ભૂતકાળમાં બની છે, મોબાઇલને સબોટેજ કરી ૧૯૯૬માં હમાસના ચીફ બોમ્બ મેકર યાહ્યા આયાસની હત્યા થઇ હતી. તેમની બોમ્બ બનાવવાની કાબેલિયતના કારણે હમાસમાં તેને ધ એન્જીનયરનું ઉપનામ મળ્યું હતું.
પેજર બોમ્બમાં કેવી રીતે પરાવર્તિત થયા?
ટ્રસ્ટેડસેક સંસ્થાના સીક્યુરીટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટર કાર્લોસ પરેઝના મતે પેજરની બેટરીનો એક ભાગમાં એક્સપ્લોઝીવ અને બીજો ભાગ બેટરી તરીકે કામ કરતો હોય શકે છે. લંડન સ્થિત બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાંતના મતે પેજરમાં એક બોમ્બ માટે જરૂરી સામગ્રી જેમ કે કન્ટેનર, બેટરી,એક ટ્રીગર, એક ડિટોનેટર, અને એક્સપ્લોઝીવ ચાર્જર હોય છે.
ઘણા બધા બોમ્બ નિષ્ણાંતોનું માનવુ છે કે પેજરમાં ૫૦ થી ૬૦ ગ્રામ મીલીટરી ગ્રેડ એક્સપ્લોઝીવ બેટરીમાં પ્લાન્ટ કર્યું હોય શકે, જેને એક ચોક્કસ કોડેડ મેસેજથી ટ્રીગર કરતાં બ્લાસ્ટ થયા છે. સાથે સાથે રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ કર્યો.
હવે વાત કરીએ ડર અને ચિંતાની
દુનિયાનો ઈતિહાસ સાક્ષી છે કે સમાજ, સરહદ, કે દેશની સુરક્ષા માટે જે ટેકનોલોજી, હથિયારના સંશોધન થયા છે, તે વહેલા કે મોડા, અસંતુષ્ટ કે બળવાખોરોના હાથમાં પહોંચી ગયાં છે, જેનો ઉપયોગ પાછળથી જે તે સમાજ કે દેશ સામે જ થયો છે.
દાખલા તરીકે ડ્રોન, તેનું સંશોધન દ્વિતિય વિશ્વયુદ્ધ પછી થયું, પહેલા અનમેન્ડ એરિયલ વ્હીકલ તરીકે જાસૂસી માટે થયો અને ત્યારબાદ દુશ્મન પર ટાર્ગેટેડ બોમ્બિંગ માટે. ત્યારબાદ નાના ડ્રોન શોધાયા, આવા ડ્રોનનો સર્વપ્રથમ મીલીટરી ઉપયોગ ૨૦૦૨મા અમેરીકાએ અફઘાનિસ્તાનમાં અલકાયદાના ૬ આતંકીઓને મારવા માટે કર્યો હતો.
અમેરિકન સેનાના એનાલિસ્ટ મેજર થોમસ પ્લેજરે તેમના 'ધ રોલ ઓફ ડ્રોન ઇન ફ્યૂચર ટેરીસ્ટ એક્ટ' પરના સંશોધન પેપરમાં નોંધ્યું છે કે ૧૯૯૮ થી ૨૦૧૮ સુધીમાં આતંકવાદીઓ આયોજીત અને એટેમ્પેટડ આતંકવાદી હુમલામાં ૧૪ વખત ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
ભારતમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ ૨૦૨૦ થી જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ અને હથિયાર પૂરા પાડવા, ડ્રગ સપ્લાય કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે. તાજેતરમાં મણીપુરમાં કુકી આતંકવાદી જૂથ મૈતી સમાજ પર હુમલો કરવા ડ્રોનનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ મૈતી સમાજ કરી રહ્યું છે.
તમને થશે પેજર બોમ્બની વાત કરતાં કરતાં આ ડ્રોન પર ક્યાં પહોંચી ગયા, ડ્રોનનો દાખલો એટલા માટે આપ્યો કે તમને ખ્યાલ આવે ટેકનોલોજી સદ અને દુરુપયોગ બન્ને થઇ શકે છે.
શું ઇઝરાયલે આતંકવાદીઓને નવો રાહ ચિંધ્યો ?
આજે હિઝબુલ્લાહના ઓપરેટિવ સામે પેજર બોમ્બનો ઉપયોગ જેણે પણ કર્યો, તેમણે આતંકવાદીને એક નવુ હથિયાર બતાવ્યું છે. જર કલ્પના કરો ૫૦ થી ૬૦ ગ્રામ મીલીટરી ગ્રેડ એક્સપ્લોઝીવ પેજરમાં સમાવિષ્ટ કરી ગમે ત્યારે બોમ્બ તરીકે ઉપયોગ થઇ શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે જરૂર નથી આના માટે તમs કંપની ઉભી કરો, ઇલેક્ટ્રોનિક વસ્તુની સપ્લાય ચેઇનમાં ક્યાંય પણ સબોટેજ કરી આવા એક્સપ્લોઝીવ પ્લાન્ટ થઇ શકે.
તમે ફસ્ટ કોપી વિશે તો વાંચ્યું હશે કે સાંભળ્યું હશે. દુનિયાની મોટી મોટી કંપની સારામાં સારી પ્રોડક્ટ, પછી તે કાંડા ઘડિયાળ હોય કે શૂઝની નવી ડિઝાઇન બજારમાં મૂકે તેના થોડા દિવસ કે મહિના તેની ડુપ્લિકેટ કે રેપ્લિકા બજારમાં આવી જ જાય છે, જેને ફસ્ટ કોપી કહે છે.
તો વિચારો પેજર બોમ્બ ની રેપ્લિકા કે ડુપ્લિકેટ નાના સ્વરૂપમાં આવે તો શું થાય, પેજરમાં ૫૦ થી ૬૦ ગ્રામ એક્સપ્લોઝીવ હતું, ઇયર બડ્ઝમાં ૧૦ થી ૨૦ ગ્રામ એક્સપ્લોઝીવ પૂરતુ છે, જે કોઇને પણ શારીરિક નુકસાન કરવા અને સાયકોલોજી વોર માટે અસરકારક રીતે કામ કરી શકે છે. આવા તો અનેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મારી અને તમારી દૈનિક જીંદગીમાં વપરાય છે, જેને હથિયાર તરીકે દુશ્મન દેશની એજન્સી કે આતંકવાદી જૂથ ઉપયોગ કરી શકે છે.
હવે અસંતુષ્ટ, બળવાખોર કે દુશ્મન દેશની એજન્સીઓને આતંક ફેલાાવા મણસો મોકલવા નહી પડે, નહતો ૧૦૦ કિલો કે ૫૦૦ કિલો આરડિએક્સનું પરિવહન કરવું પડે. તેમણે માત્ર એક તકનીકી રીતે હોશિયાર સ્લીપર સેલની ટીમ તૈયાર કરી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સને બોમ્બમાં પરાવર્તિત કરતાં શીખવવું પડશે, આવા બોમ્બ દરેક વ્યક્તિ તેની સાથે લઇ ફરતા હશે.
હવે ચિંતા થાય છે, થવી જ જોઇએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?