સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ
સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન બારમાં વિસ્ફોટથી આફરાતફરી મચી..

નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ

નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ
વિશ્વ જ્યારે નવા વર્ષ 2026ના વધામણાં કરી રહ્યું હતું, ત્યારે સ્વિટ્ઝરલેન્ડના જાણીતા સ્કી રિસોર્ટ ટાઉન ક્રાન્સ-મોન્ટાનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. નવા વર્ષની મધ્યરાત્રિએ એક ખીચોખીચ ભરેલા બારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 1:30 વાગ્યે 'લિ કોન્સ્ટેલેશન બાર એન્ડ લાઉન્જ'માં આ વિસ્ફોટ થયો હતો. બે માળના આ ભવ્ય વેન્યુમાં તે સમયે 100થી વધુ પ્રવાસીઓ નવા વર્ષની પાર્ટીમાં મગ્ન હતા. અચાનક થયેલા ધડાકા બાદ લાગેલી આગે સમગ્ર બારને લપેટમાં લઈ લીધો હતો. સ્વિસ પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક હજુ વધી શકે છે કારણ કે અનેક લોકોની હાલત અત્યંત નાજુક છે.
દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે મ્યુનિસિપલ પોલીસ, ફાયર ફાઈટર્સ અને ઈમરજન્સી મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. પહાડી વિસ્તાર હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મદદ કરવા માટે અનેક હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને રાહત કામગીરીમાં અવરોધ ન આવે તે માટે 'નો-ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. સ્વિસ એર એમ્બ્યુલન્સના તબીબોના જણાવ્યા મુજબ, નજીકની તમામ હોસ્પિટલો દાઝેલા દર્દીઓથી ભરાઈ ગઈ છે.
વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના મતે કોન્સર્ટ દરમિયાન વપરાયેલા આતશબાજીના સાધનોને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.
જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી હોવાની શક્યતા નકારી કાઢી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓના પરિવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?