નેપાળ: લાઠીઓ લઈને ભારતીય પ્રવાસીની પાછળ પડ્યા
અનેક ભારતીય પ્રવાસીઓ ફસાયા, જેમાં 1 ભારતીય મહિલાએ પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું
મહિલાનો વીડિયો વાયરલ
મહિલાનો વીડિયો વાયરલ
નેપાળમાં ફેલાયેલી હિંસા અને અરાજકતાએ અનેક ભારતીય પ્રવાસીઓને મુશ્કેલીમાં મૂક્યા છે. આ હિંસાનું વાતાવરણ એટલું ભયજનક બન્યું છે કે પ્રદર્શનકારીઓ પ્રવાસીઓને પણ છોડી રહ્યા નથી. તાજેતરમાં, એક ભારતીય મહિલા, ઉપાસના ગિલ, દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતાની ભયાનક આપવીતી જણાવી રહી છે.
સામાન બળીને ખાખ
ઉપાસના ગિલ નામની આ મહિલાએ જણાવ્યું કે, તે એક વોલીબોલ લીગનું આયોજન કરવા માટે નેપાળના પોખરા શહેરમાં આવી હતી. પરંતુ અચાનક પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે જે હોટલમાં તે રોકાઈ હતી, તેમાં પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી. આગને કારણે તેનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો.
ભીડથી જીવ બચાવીને ભાગી મહિલા
ઉપાસના ગિલે વીડિયોમાં જણાવ્યું કે, જ્યારે હોટલ પર હુમલો થયો, ત્યારે તે સ્પામાં હતી. તે સમયે લોકો લાકડીઓ લઈને તેની પાછળ પડ્યા હતા. તે ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહી. તેણે ભારતીય દૂતાવાસને મદદ માટે અપીલ કરી છે. તેણે કહ્યું કે, રસ્તાઓ અને દરેક જગ્યાએ આગ લગાડી દેવામાં આવી છે અને પ્રદર્શનકારીઓને કોઈ પરવા નથી કે કોણ પ્રવાસી છે કે કોણ કામથી આવ્યું છે. તેણે એમ પણ કહ્યું કે, તેમને ખબર નથી કે બીજી હોટલમાં પણ તેઓ કેટલો સમય રહી શકશે.
નેપાળમાં હિંસાની સ્થિતિ
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે શરૂ થયેલ આંદોલન હવે સરકાર સામે વ્યાપક અસંતોષમાં ફેરવાઈ ગયું છે. પ્રદર્શનકારીઓએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, ભૂતપૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને અન્ય નેતાઓના નિવાસસ્થાનો પર હુમલો કર્યો હતો.
ગોળીબારમાં 19 લોકો માર્યા ગયા
સોમવારે પોલીસ ગોળીબારમાં 19 લોકો માર્યા ગયા હતા અને 400થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. મંગળવારે પણ પ્રદર્શનકારીઓએ કર્ફ્યુ તોડીને આગ લગાવી હતી અને અનેક સરકારી અને ખાનગી મિલકતોમાં તોડફોડ કરી હતી. આ હિંસાને કારણે, નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીને મંગળવારે રાજીનામું આપવું પડ્યું હતું.
ભારતીયો પર હુમલા અને લૂંટ
X પર ઘણી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાઠમંડુમાં ભારતીય પરિવારો, ખાસ કરીને ઉદ્યોગપતિઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય પરિવારોને લૂંટવામાં આવી રહ્યા છે, તેમના ઘરો અને ઓફિસો સળગાવવામાં આવી રહ્યા છે. એક ભારતીયની માલિકીના શોપિંગ મોલને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો." જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
ભારત સરકાર અને ગુજરાત સરકારની કાર્યવાહી
નેપાળમાં ફસાયેલા ભારતીયોના સુરક્ષિત વાપસી માટે ભારત સરકારે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કેન્દ્ર સરકારના સહયોગથી ફસાયેલા ગુજરાતીઓની વાપસી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત થવાને કારણે 18 ગુજરાતીઓ સહિત લગભગ 700 ભારતીય મુસાફરો ફસાયેલા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલ
કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકોને નેપાળમાં સલામત સ્થળોએ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે એક હેલ્પલાઈન નંબર (+977-1-4238888) જારી કર્યો છે જેના પર ફસાયેલા ભારતીયો સંપર્ક કરી શકે છે. ગુજરાત સરકારે કેન્દ્ર સાથે સંકલન કરીને ફસાયેલા નાગરિકોના વાપસી માટે ખાસ વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી છે.
નાગરિકોની માંગણીઓ અને પરિસ્થિતિ
વાયરલ વીડિયોએ નપાળમાં ફસાયેલા ભારતીયોની પરિસ્થિતિનો ખુલાસો કર્યો છે. નાગરિકો અને તેમના પરિવારોએ સરકાર પાસેથી શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળાંતરની માંગ કરી છે. નેપાળમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, અને ભારત-નેપાળ સરહદ પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. કેન્દ્ર અને નેપાળ સરકાર વચ્ચેના સંકલનથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, પરિસ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રણમાં આવશે અને ફસાયેલા ભારતીયો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.