નેપાળ ઇલેક્શન: Gen Z આંદોલન બાદ આજે મતદાન
75થી વધુ લોકોના મોત બાદ સત્તા પલટો; આજે 1.89 કરોડ મતદારો કરશે ફેંસલો, ભારત-નેપાળ સરહદ સીલ

નેપાળમાં આજે મતદાન

નેપાળમાં આજે મતદાન
નેપાળમાં આજે એક ઐતિહાસિક સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2025માં યુવા પેઢી (Gen Z) દ્વારા કરવામાં આવેલા હિંસક આંદોલન અને કેપી શર્મા ઓલીની સરકારના પતન બાદ નેપાળમાં આ પ્રથમ ચૂંટણી છે.
આ ચૂંટણીને નેપાળના જૂના રાજકીય માંધાતાઓ અને પરિવર્તન ઝંખતા યુવા મતદારો વચ્ચેના જંગ તરીકે જોવામાં આવી રહી છે.
ચૂંટણીના મહત્વના આંકડા
નેપાળની પ્રતિનિધિ સભાની 275 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. કુલ 1.89 કરોડથી વધુ મતદારો 165 પ્રત્યક્ષ બેઠકો અને 110 સમાનુપાતિક બેઠકો માટે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
મેદાનમાં કુલ 65 રાજકીય પક્ષો અને હજારો ઉમેદવારો છે. ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે 3 લાખથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને ભારત સાથેની સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનો ઉદય: બલેન્દ્ર શાહ ફેક્ટર
આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કાઠમંડુના પૂર્વ મેયર અને લોકપ્રિય રેપર બલેન્દ્ર શાહની થઈ રહી છે. માત્ર 35 વર્ષના શાહને 'રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી' (RSP) એ વડાપ્રધાન પદના ચહેરા તરીકે રજૂ કર્યા છે.
તેઓ સીધા જ ઝાપા-5 બેઠક પર પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી (74 વર્ષ) સામે ચૂંટણી લડી રહ્યા છે. ઓલી આ બેઠક પર 6 વખત જીતી ચૂક્યા છે, પરંતુ યુવાઓમાં શાહનો ક્રેઝ જૂની પેઢીના નેતાઓ માટે ખતરો મનાય છે.
સપ્ટેમ્બર 2025માં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ (સગાવાદ) વિરુદ્ધ નેપાળના રસ્તાઓ પર હજારો યુવાનો ઉતરી આવ્યા હતા. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના દબાણમાં કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન તરીકે કાર્યરત છે.
નેપાળી કોંગ્રેસે પણ 49 વર્ષીય ગગન થાપાને મેદાનમાં ઉતારીને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે. જોકે, મુખ્ય જંગ 'ઓલ્ડ ગાર્ડ' અને નવા યુગના નેતાઓ વચ્ચે છે. જો પરિણામો યુવા નેતાઓના પક્ષમાં આવશે, તો નેપાળના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થશે. પ્રથમ તબક્કાના પરિણામો આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?