દરિયામાં બોટ પલટી જતાં 3ના મોત, 5 ગુમ
બેઈરા બંદરગાહ નજીક બોટ પલટી જતાં 3 ભારતીય નાગરિકોના મૃત્યુ, 5 હજુ પણ ગુમ

દરિયામાં બોટ પલટી

દરિયામાં બોટ પલટી
મોઝામ્બિકમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોતના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે સેન્ટ્રલ મોઝામ્બિકના બેઈરા બંદરગાહના કિનારેથી ટેન્કર ચાલકોના એક જૂથને જહાજ તરફ લઈ જતી વખતે એક બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ગોઝારી બોટ દુર્ઘટનામાં 3 ભારતીયોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે અને અન્ય 5 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટના સમયે હોડીમાં ભારતીય મૂળના કુલ 14 નાગરિકો સવાર હતા. મોઝામ્બિક સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
14 નાગરિકોને લઈ જતી બોટ અચાનક પલટી
ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ કરુણ અકસ્માત બેઈરા બંદરગાહની નજીક ક્રૂને શિફ્ટ કરવાના ઓપરેશન દરમિયાન થયો હતો, જ્યારે 14 ભારતીય નાગરિકોને લઈ જતી બોટ અચાનક પલટી ગઈ હતી. હાઈ કમિશને આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'અકસ્માતમાં સામેલ કેટલાક ભારતીય નાગરિકોનો બચાવ થયો છે. જોકે, દુર્ભાગ્યપૂર્ણ રીતે કેટલાક ભારતીય નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને અન્યનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.' આ ઘટનાએ મોઝામ્બિકમાં રહેતા ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે.
આ પણ વાંચો: જેસલમેરમાં દર્દનાક બસ અકસ્માત: 20ના કરૂણ મોત
દુર્ઘટનાને પગલે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી
આ ઘટના બાદ, ભારતીય હાઈ કમિશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સતત પોસ્ટ્સ કરીને પરિસ્થિતિની માહિતી આપવામાં આવી રહી છે. હાઈ કમિશને જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો અને સાથે જ જણાવ્યું કે, તેઓ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો સાથે સતત સંપર્કમાં છે. આ ઉપરાંત, હાઈ કમિશને ખાતરી આપી છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોના પરિવારને અને ગુમ થયેલા લોકોની શોધખોળમાં દરેક સંભવ મદદ પૂરી પાડવામાં આવશે. મોઝામ્બિક બોટ દુર્ઘટનાને પગલે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ દુર્ઘટનાએ દરિયાઈ સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર પ્રકાશિત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.