રશિયામાં ફસાયો મોરબીનો યુવક: PM પાસે મદદ માંગી
ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી રશિયન આર્મીમાં બળજબરીથી કરાઈ ભરતી; યુક્રેન સરહદે આત્મસમર્પણ કર્યુ

મોરબીનો યુવાન રશિયામાં ફસાયો

મોરબીનો યુવાન રશિયામાં ફસાયો
મોરબીનો રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન, જે રશિયામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો, તે હાલ યુક્રેનિયન સેનાના કબજામાં છે. રશિયા દ્વારા ભારતીય યુવાનોને યુદ્ધમાં ધકેલવાના ષડયંત્રનો ભોગ બનેલા સાહિલે સરહદ પરથી વીડિયો મોકલીને પોતાની ભયાનક આપવીતી વર્ણવી છે.
ષડયંત્રનો શિકાર: અભ્યાસ કરવા ગયેલા યુવકને કેવી રીતે ફસાવ્યો?સાહિલ રશિયામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાની સાથે આર્થિક ખર્ચને પહોંચી વળવા કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. તેનો આરોપ છે કે રશિયન પોલીસે તેને રસ્તામાં અટકાવી તેના પર ડ્રગ્સ સ્મગલિંગનો ખોટો આરોપ મઢી દીધો હતો. ત્યારબાદ તેને બે વિકલ્પ આપવામાં આવ્યા: કાં તો લાંબી જેલ ભોગવો અથવા રશિયન સેનામાં જોડાઈને યુક્રેન સામે યુદ્ધ લડો. જેલથી બચવા માટે મજબૂરીમાં સાહિલે આર્મીના કરાર પર સહી કરી દીધી હતી.
માત્ર ૧૫ દિવસની ટ્રેનિંગ અને યુદ્ધનું મેદાનચોંકાવનારી વાત એ છે કે, સાહિલને આધુનિક શસ્ત્રો ચલાવવાની માત્ર ૧૫ દિવસની ટૂંકી તાલીમ આપીને સીધો જ યુક્રેન બોર્ડર પર લડવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. રશિયન સેનાની આ રણનીતિને કારણે અનેક બિનઅનુભવી ભારતીય યુવાનોના જીવ જોખમમાં મુકાયા છે.
યુક્રેન સેના સામે આત્મસમર્પણ (Surrender)સરહદ પર જઈને સાહિલે રશિયા તરફથી લડવાને બદલે સમજદારી વાપરી યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું હતું. હાલ તે યુક્રેનિયન સેનાના કેદી તરીકે સુરક્ષિત છે. યુક્રેનની સેનાએ તેને માનવતાના ધોરણે વીડિયો બનાવવાની છૂટ આપી છે, જેથી તે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પોતાનો અવાજ પહોંચાડી શકે.
પરિવારની લડત અને સરકારની ખાતરીસાહિલનો વીડિયો સામે આવતા જ મોરબીમાં તેના માતા-પિતા અને પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સાહિલની માતાએ હિંમત હાર્યા વગર પોતાના પુત્રને વતન પરત લાવવા દિલ્હીની અદાલતમાં કાયદેસરની અરજી કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી ૨૦૨૬ માં થવાની છે.
બીજી તરફ, ભારત સરકારના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ખાતરી આપી છે કે સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. રશિયન આર્મીમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવી ભારત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. સાહિલે વીડિયોમાં અન્ય ભારતીય યુવાનોને પણ ચેતવણી આપી છે કે તેઓ રશિયામાં ઉંચા પગાર કે લાલચમાં આવીને આવી ભૂલ ન કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?