ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો, ઈરાનનો જવાબી પ્રહાર
ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી સ્થાનો પર હુમલો કર્યો, જેમાં ભારે જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં કટોકટીનો માહોલ છે.

ઈઝરાયલે ઈરાનના પર કર્યો હુમલો

ઈઝરાયલે ઈરાનના પર કર્યો હુમલો
આજે વહેલી સવારે ઈઝરાયલની સૈન્ય દળે (IDF) ઈરાનના લશ્કરી અને પરમાણુ ઠેકાણાઓ પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હોવાની શક્યતા છે, જોકે હજુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થયેલી નથી.
ઈઝરાયલના આ વિમાની હુમલાના કારણે ઈરાનની રાજધાની તેહરાન ધ્રુજી ઉઠી હતી. નતાન્ઝ અને ફોર્ડો જેવા મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો પર પણ ધડાકાઓ નોંધાયા હતા. એટલું જ નહીં, તેહરાનના ઈમામ ખોમેની આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ આ હુમલાનો ભોગ બન્યું હોવાની માહિતી મળે છે.
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક નિવેદનમાં જણાવ્યું કે, "આ ફક્ત ટ્રેલર છે." ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું છે કે, આ લશ્કરી કાર્યવાહીનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે.
હુમલાની સામે, ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલાઓ કર્યા છે અને તેહરાનનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરી દીધું છે. ઈરાનના સૈન્યે ટ્વિટ કરીને કહ્યું કે, "અમે આ યુદ્ધ શરૂ કર્યું નથી, પણ જવાબ આપવો આવશ્યક છે."
હવે, હમાસ અને હુતી બળવાખોરો બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીધો યુદ્ધ શરૂ થઈ ચૂક્યો છે. આ સમગ્ર વિસ્તારમાં ગંભીર દહેશત ફેલાઈ છે અને ઈરાને કટોકટી જાહેર કરી છે. વળતાં જવાબની ગૂંજ સાથે, મધ્ય પૂર્વ ફરી એક વાર યુદ્ધની લપેટમાં આવી ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?