ભૂકંપનો કહેર : મ્યાનમારમાં 40 થી વધુ અને થાઈલેન્ડમાં 10 થી વધુ લોકોનાં મોત
મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, જેનાથી ભારે જાનહાનિ અને મૂલ્યવાન ઇમારતો, પૂલ અને રસ્તાઓ ધરાશાયી થયા...

મ્યાનમાર-થાઈલેન્ડમાં ધરતી હચમચી, મૃતકોનો આંકડો સતત વધારો

મ્યાનમાર-થાઈલેન્ડમાં ધરતી હચમચી, મૃતકોનો આંકડો સતત વધારો
શુક્રવારે મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે નુકસાન થયું. ભૂકંપનું કેન્દ્ર સાગાઈંગ નજીક હતું અને તેની તીવ્રતા એટલી વધુ હતી કે, ટૂંક સમય બાદ 6.4 તીવ્રતાનો આફ્ટરશોક પણ અનુભવાયો. મ્યાનમારની રાજધાની નેપિડૉ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ઈમારતો, રસ્તાઓ અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે.
મ્યાનમાર : પૂલ ધરાશાયી, ઈમારતો તૂટી...
ભૂકંપના કારણે મ્યાનમારમાં અનેક પૂલ તૂટી પડ્યા છે, જેમાં મુખ્ય શહરોને જોડતા એક મુખ્ય હાઈવે બ્રિજનો પણ સમાવેશ થાય છે. મંડાલયમાં આવેલી ઐતિહાસિક મસ્જિદ ધરાશાયી થતાં 10 થી વધુ લોકોના મોત થયા છે. અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે, અને રાહત અને બચાવ ટીમો તેમને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
મ્યાનમારમાં મૃતકો અને નુકસાનની વિગતો :
સાગાઈંગ: 25 થી વધુ લોકોનાં મોત, ઘણા ઘરો ધરાશાયી.
નેપિડૉ: 5 લોકોનાં મોત, બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે જાનહાનિ.
મંડાલય: મસ્જિદ તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા, અનેક ઘાયલ.
કુલ પુષ્ટી થયેલા મૃતકો : 40+
થાઈલેન્ડમાં પણ ભારે નુકસાન, બૅંકોકમાં બિલ્ડિંગ તૂટી પડ્યું...
ભૂકંપના ઝટકાઓ પડોશી દેશ થાઈલેન્ડમાં પણ અનુભવાયા. બૅંકોકના ચાતુચક જિલ્લામાં એક 30 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં 81 થી વધુ મજૂરો ફસાયા 3 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. મ્યાનમાર હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં 20 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી.
થાઈલેન્ડમાં નુકસાનની વિગતો...
બૅંકોક : 2 લોકોના મોત, 43 થી વધુ મજૂરો ફસાયા.
ચિયાંગ રાઈ : હાઈવે બ્રિજ તૂટી પડતા 1 વ્યક્તિનું મોત, અનેક ઘાયલ.
મે હોંગ સોન : 7 લોકોના મોત, મ્યાનમાર સરહદ નજીક ભયાનક નુકસાન.
કુલ પુષ્ટી થયેલા મૃતકો : 10+
અફરાતફરી અને બચાવ કામગીરી...
100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
બૅંકોકની ઈમારત નીચે 43 થી વધુ મજૂરો ફસાયા હોવાના અહેવાલ.
મ્યાનમારમાં અનેક ઘરો, મસ્જિદ અને બ્રિજ તૂટી પડ્યા, સાગાઈંગ અને મંડાલય સૌથી વધુ અસરગ્રસ્ત.
રાહત શિબિરો શરૂ, ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલો પર દબાણ વધ્યું.
વિસ્તૃત અસર: સમગ્ર એશિયામાં ભૂકંપના ઝટકાઓ...
ભૂકંપની અસર મ્યાનમાર અને થાઈલેન્ડ સુધી સીમિત નહોતી. ચીનના યુન્નાન પ્રાંત, વિયેતનામ અને ભારતના કેટલાક ભાગોમાં પણ ઝટકાઓ અનુભવાયા.
ભારત : દિલ્હીમાં ઊંચી ઈમારતો હલવા લાગી, લોકોએ બહાર દોડી જવું પડ્યું.
વિયેતનામ : હનોઈ અને હો ચી મિન્હ શહેરમાં તાત્કાલિક ખાલી કરાવાયા કેટલાક વિસ્તાર.
ભવિષ્યમાં વધુ આફ્ટરશોકની શક્યતા...
મ્યાનમારની સેનાએ આંતરરાષ્ટ્રીય સહાયતા માટે અપીલ કરી છે. બચાવ ટીમો સતત કાટમાળ હટાવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. થાઈલેન્ડના PM પેઇતોંગટર્ન શિનાવાત્રાએ બૅંકોક પરત ફરી રાહત કામગીરીની દેખરેખ શરૂ કરી છે. ભૂકંપના આ ઘાતક હુમલાથી મ્યાનમાર અને થાઈલેન્ડ માટે ભવિષ્યમાં વધુ પડકારો ઉભા થઈ શકે છે. સત્તાવાર સૂત્રો મુજબ, મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?