દુબઈમાં ફસાઈ લારા દત્તા: મિસાઈલો જોઈ ધ્રૂજી ઉઠી!
શૂટિંગ દરમિયાન આભમાં દેખાયા વિસ્ફોટ; મુંબઈ પરત આવવા માટે ફ્લાઈટની શોધ

દુબઈમાં ફસાઈ લારા દત્તા

દુબઈમાં ફસાઈ લારા દત્તા
મિડલ ઈસ્ટમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને કારણે હજારો લોકો ફસાયા છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા પણ સામેલ છે. લારા દત્તાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને દુબઈમાં તેની અને તેની પુત્રી સાયરાની હાલત વર્ણવી છે.
અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે યુદ્ધની સ્થિતિને કારણે તે ત્યાં ફસાઈ ગઈ છે અને સતત તણાવમાં જીવી રહી છે.
શૂટિંગ દરમિયાન જોયો ભયાનક નજારો
લારા દત્તા એક બ્રાન્ડ કમિટમેન્ટ માટે દુબઈ ગઈ હતી. તેણે વીડિયોમાં જણાવ્યું કે, "28 ફેબ્રુઆરીએ જ્યારે હું સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી, ત્યારે અચાનક માથા પર વિસ્ફોટના અવાજો સંભળાયા. અમે સ્ટુડિયોની બહાર દોડ્યા અને જોયું કે આકાશમાં મિસાઈલોને રોકવામાં (intercept) આવી રહી હતી. તે ખૂબ જ તણાવપૂર્ણ ક્ષણો હતી."
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું કે, "જોકે અમે ખૂબ જ સુરક્ષિત વિસ્તારમાં રહીએ છીએ, પરંતુ ફાઈટર જેટ્સના અવાજ અને વિસ્ફોટોને કારણે ઘરની બારીઓ અને દરવાજા ધ્રૂજવા લાગે છે. આ બધું ખૂબ જ ડરામણું છે. મારો પતિ મહેશ ભૂપતિ કામ અર્થે બહાર હતો, તે નસીબજોગે અહીં નથી, પરંતુ મારી દીકરી સાયરા મારી સાથે છે."
View this post on Instagram
UAE સરકારની પ્રશંસા અને શાંતિની અપીલ
લારાએ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ UAE સરકારનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે ત્યાં રહેતા લોકોની રાષ્ટ્રીયતા ગમે તે હોય, સરકાર તેમને સુરક્ષિત અનુભવ કરાવી રહી છે.
જોકે, વીડિયોના અંતમાં તે ભાવુક થઈ ગઈ હતી અને કહ્યું હતું કે, "કોઈપણ નાગરિકે યુદ્ધના ડરમાં જીવવું ન જોઈએ. હું આશા રાખું છું કે જે લોકો નિર્ણયો લઈ રહ્યા છે તેઓમાં સદબુદ્ધિ આવે અને આ વિસ્તારમાં સ્થિરતા પાછી ફરે."
હાલમાં લારા દત્તા મુંબઈ પરત ફરવા માટે ફ્લાઈટની શોધ કરી રહી છે જેથી તે તેના પરિવાર સાથે ફરી મળી શકે. તેણે ગયા વર્ષના ભારત-પાકિસ્તાન સંઘર્ષને પણ યાદ કર્યો અને કહ્યું કે સામાન્ય નાગરિકો હંમેશા આવી પરિસ્થિતિમાં પીડાતા હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?