પાકિસ્તાન ખૌફમાં, આ અજાણ્યા હુમલાખોરો કોણ ?
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે
પાકિસ્તાનના ક્વેટામાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના એક વરિષ્ઠ નેતાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ક્વેટાના એરપોર્ટ રોડ પર બની હતી. હુમલાખોરોએ જમિયતના નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ પર ગોળીબાર કર્યો. પોલીસનું કહેવું છે કે આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલ સત્તાવાળાઓએ પુષ્ટિ આપી કે મુફ્તીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું. સુરક્ષા દળોએ આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. રવિવારે ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સાત સૈનિકો માર્યા ગયા હતા જ્યારે 21 ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લેતા, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.
અગાઉ, ૧૧ માર્ચે, ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસને BLA બળવાખોરોએ હાઇજેક કરી લીધી હતી. આ ટ્રેન બપોરે ૧.૩૦ વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનના મશફાક ટનલમાં થયો હતો. આ હુમલો BLA દ્વારા સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. BLA લડવૈયાઓ પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. હુમલા માટે, BLA એ તેના સૌથી ઘાતક લડવૈયાઓ માજીદ બ્રિગેડ અને ફતેહને તૈયાર કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?