ઈઝરાયલ એક પછી એક 3 બસોમાં બ્લાસ્ટથી હચમચ્યું, PM નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠક
હુમલામાં કોઈ જાનહાનિના તો અહેવાલ નથી પણ આ એક મોટો આતંકી હુમલો હોઈ શકે

3 બસોમાં બ્લાસ્ટથી હચમચ્યું

3 બસોમાં બ્લાસ્ટથી હચમચ્યું
ઈઝરાયલના કેન્દ્રીય શહેર બેટ યામમાં ગુરુવારે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની. આ મામલે ઈઝરાયલની પોલીસે કહ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિના તો અહેવાલ નથી પણ આ એક મોટો આતંકી હુમલો હોઈ શકે છે.
પીએમ નેતન્યાહૂએ આ મામલે તાત્કાલિક ધોરણે ડિફેન્સ મિનિસ્ટર, સૈન્ય પ્રમુખ અને શિન બેટ અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બેટ યામમાં જુદા જુદા સ્થળોએ સ્થળોએ થયેલા બસોના વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે તેલ અવીવની અનેક બસોમાં વિસ્ફોટ બાદ વેસ્ટ બેન્કમાં ઓપરેશન કરવા માટે સૈન્યને નિર્દેશ આપ્યો. નેતન્યાહૂના કાર્યાલયે આ ઘટનાને મોટાપાયે હુમલો કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સામે આવ્યા નથી. આ બ્લાસ્ટના સમયે બસો ડેપોના પાર્કિંગમાં ખાલી પડી હોવાની જાણકારી મળી રહી છે. આ હુમલા બાદથી પરિવહન મંત્રી મીરી રેગવે દેશમાં તમામ બસ, ટ્રેન અને લાઈટ રેલ ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી છે જેથી વિસ્ફોટક ડિવાઈસની તપાસ કરી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?