ગાઝામાં શરણાર્થી ટેન્ટ કેમ્પ પર ઇઝરાયલનો હવાઈ હુમલો 'યુદ્ધ અપરાધ': ઈરાન
ઈરાને ટેન્ટ કેમ્પ પર ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલાની સખત નિંદા કરી

ટેન્ટ કેમ્પ પર ઇઝરાયલનો હવાઈ હુમલો

ટેન્ટ કેમ્પ પર ઇઝરાયલનો હવાઈ હુમલો
ઈરાને મધ્ય ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ કેમ્પસ નજીક વિસ્થાપિત લોકો માટેના ટેન્ટ કેમ્પ પર ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. તહેરાને દ્વારા આ હુમલાને 'યુદ્ધ અપરાધ' તરીકે ગણાવ્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આક્રમક બોમ્બનો ઉપયોગ કરીને કરવામાં આવેલ હુમલો,'યુદ્ધ અપરાધ'નું એક ઉદાહરણ છે." તેણે હવાઈ હુમલાને પેલેસ્ટાઈન વિરુદ્ધ 'નરસંહારના ષડયંત્ર'નો જ એક ભાગ ગણાવ્યો હતો. યુદ્ધ દરમિયાન નાગરિકો, હોસ્પિટલો, રાહત અને તબીબી કેન્દ્રોને નિશાન બનાવવાની સખ્ખત મનાઈ હોય છે, છતા પણ ઇઝરાયલ દ્વારા રાહતશિબિર અને હોસ્પિટલને નિશાન બનાવતા ઇરાને તેના પર આપતી દર્શાવિ હતી.
ઈરાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોસ્પિટલો પર ઈઝરાયેલના 'સતત અને ઈરાદાપૂર્વકના' હુમલા, બીમાર, ઘાયલ અને તબીબી કર્મચારીઓની હત્યા, ઈઝરાયેલના નેતાઓ પર કાર્યવાહી કરવા માટે પૂરતા હતા. ગાઝાના અલ-બાલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલ નજીક વિસ્થાપિત લોકો માટેના તંબુ પર ઇઝરાયેલી બોમ્બમારામાં ચાર પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને લગભગ 70 થી વધારે ઘાયલ થયા હતા.
જ્યારે ઇઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલની વાયુસેનાએ હોસ્પિટલ કેમ્પસમાં સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કાર્યરત આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝામાં 100 થી વધુ બંધકો હજુ પણ હોવાનું માનવામાં આવે છે. આ હુમલા બાદ ઇઝરાયલે હમાસના નિયંત્રણ હેઠળની ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. ઇઝરાયેલના હુમલાથી ગાઝામાં જાન-માલનું મોટાપાયે નુકશાન થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?