શું ઈરાનમાં સ્થિતિ બદલાઈ રહી છે?
ઈરાનમાં ફાંસીની સજા અને હત્યાઓ અટકી, જ્યારે પ્રદર્શનકારીઓ પ્રત્યે તેહરાનનું વલણ હજુ પણ કડક

ઈરાન

ઈરાન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક અત્યંત મહત્વપૂર્ણ દાવો કરતા જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ફાંસીની સજા અને નિર્દોષ લોકોની હત્યાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી એવી વિગતો મળી છે કે, ઈરાન સરકારે તેમની ફાંસીની યોજનાઓ હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે અને હવે કોઈને ફાંસી આપવામાં આવશે નહિ. ટ્રમ્પનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે તેમણે તાજેતરમાં જ ઈરાની નાગરિકોને ખાતરી આપી હતી કે 'મદદ આવી રહી છે'. જોકે, આ નિવેદન બાદ હવે એ પ્રશ્ન ઊભો થયો છે કે, શું અમેરિકા ઈરાન સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરશે કે પછી આ નિવેદન દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અંદાજે 3400થી વધુ લોકોના મોત થયા
બીજી તરફ, તેહરાનનું વલણ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી તદ્દન વિપરીત જોવા મળી રહ્યું છે. ઈરાન સરકારના આંતરિક સંકેતો મુજબ, તેઓ પ્રદર્શનકારીઓ સામે ત્વરિત સુનાવણી અને કડક સજા આપવાની પ્રક્રિયા ચાલુ રાખવા માંગે છે. આ વિરોધાભાસી પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અસમંજસ ફેલાઈ છે કે ખરેખર ઈરાન પાછળ હટી રહ્યું છે કે પછી આ માત્ર રાજદ્વારી વ્યૂહરચનાનો ભાગ છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ, ઈરાનમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં અંદાજે 3400થી વધુ લોકોના મોત થયા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
અમેરિકામાં પણ ભારે હલચલ જોવા મળી
ઈરાનના મુદ્દાને લઈને અમેરિકામાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. તાજેતરમાં જ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ટોચના અધિકારીઓ વચ્ચે એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈરાન સામે રાજદ્વારી દબાણથી લઈને સંભવિત લશ્કરી હુમલા સુધીના તમામ વિકલ્પો પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રના આ આક્રમક વલણને જોતા એવું લાગે છે કે, જો ઈરાન હિંસા નહિ અટકાવે, તો અમેરિકી સેના રાષ્ટ્રપતિના આદેશ મળતા જ કાર્યવાહી કરવા માટે સજ્જ છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો