IPL 2026 ઓક્શન: વિદેશી ખેલાડીઓ માટે નવો નિયમ
વિદેશી ખેલાડીઓ ગમે તેટલા મોંઘા વેચાય, પગારમાં મળશે માત્ર 18 કરોડ

IPL 2026 Mini Auction

IPL 2026 Mini Auction
અબુ ધાબીમાં જામશે મિની હરાજીનો જંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે ખેલાડીઓની મિની હરાજી 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં યોજાવા જઈ રહી છે. આ હરાજી પહેલા BCCIના એક ખાસ નિયમે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. આ નિયમ ખાસ કરીને વિદેશી ખેલાડીઓની કમાણી પર મર્યાદા નક્કી કરે છે. IPL ગવર્નિંગ કાઉન્સિલના નવા પ્રોટોકોલ મુજબ, મિની ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડી મહત્તમ 18 કરોડ રૂપિયા જ વેતન તરીકે મેળવી શકશે
વધારાના કરોડો રૂપિયા જશે BCCI ના ફંડમાં જો હરાજી દરમિયાન કોઈ વિદેશી ખેલાડી પર 18 કરોડથી વધુની બોલી લાગે છે, તો પણ તેને માત્ર ફિક્સ 18 કરોડ રૂપિયા જ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર 30 કરોડની બોલી લગાવે, તો ગ્રીનને 18 કરોડ મળશે અને બાકીના 12 કરોડ રૂપિયા BCCIના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જમા કરવામાં આવશે. જોકે, હરાજીમાં બોલી લગાવનાર ટીમના બજેટમાંથી પૂરેપૂરી રકમ એટલે કે 30 કરોડ જ કપાઈ જશે.
ભારતીય ખેલાડીઓને થશે મોટો ફાયદો આ આર્થિક નિયમ માત્ર વિદેશી ખેલાડીઓ પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓ પર આ મર્યાદા લાગુ પડતી નથી. ભારતીય ખેલાડી પર જેટલા કરોડની બોલી લાગશે, તે પૂરેપૂરી રકમ તે ખેલાડીને મળશે. રિષભ પંત તેનું જીવંત ઉદાહરણ છે, જેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડમાં ખરીદ્યો હતો અને તેને સંપૂર્ણ રકમ વેતન તરીકે મળે છે.
ટીમો પાસે રહેલું બજેટ આ મિની ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સૌથી વધુ 64.3 કરોડના બજેટ સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 43.6 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. આ બંને ટીમો મોટા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે, પરંતુ વિદેશી સ્ટાર્સ માટે 18 કરોડની મર્યાદા આકર્ષણ ઘટાડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?