પાકિસ્તાન ગયેલાં ભારતીય મહિલા સરબજીત કૌર ગુમ
પંજાબના સરબજીત કૌર ગુરુ નાનકના પ્રકાશ પર્વની ઉજવણી માટે પાકિસ્તાન ગયા હતા

ભારતીય મહિલા ગુમ

ભારતીય મહિલા ગુમ
પંજાબના કપૂરથલા જિલ્લાના રહેવાસી સરબજીત કૌર પાકિસ્તાનમાં લાપતા થવાના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. તેઓ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના પ્રકાશ પર્વની ઉજવણી કરવા માટે 4 નવેમ્બરના રોજ યાત્રાળુઓના એક જથ્થા સાથે અટ્ટારી બોર્ડર થઈને પાકિસ્તાન ગયા હતા. સત્તાવાર રેકોર્ડ્સ અનુસાર, સરબજીત કૌર અકાલ તખ્ત સાહિબના જથેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગડગજની આગેવાની હેઠળ 1,923 શ્રદ્ધાળુઓના જથ્થાનો ભાગ હતા.
યાત્રાળુઓના ટોળામાં રબજીત કૌર ન હતા
10 દિવસ સુધી પાકિસ્તાન સ્થિત વિવિધ ગુરુદ્વારાઓમાં માથું ટેકવ્યા બાદ જ્યારે 1,922 યાત્રાળુઓનું ટોળું ભારત પરત ફર્યો, ત્યારે તેમાંથી સરબજીત કૌર ગેરહાજર હતા. તેમની ગુમશુદગી બાદ બન્ને દેશોની ગુપ્તચર એજન્સીઓ તેમને ટ્રેસ કરવાના કાર્યમાં જોડાઈ ગઈ છે. ભારત સરકારના સૂત્રોએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને સરબજીત કૌરની શોધખોળ માટે પ્રયત્નો કરી રહ્યું છે.
2,100થી વધુ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા
ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બરના રોજ શીખ શ્રદ્ધાળુઓ શ્રી ગુરુ નાનક દેવનું પ્રકાશ પર્વ મનાવવા માટે પાકિસ્તાનના નનકાના સાહિબ ગયા હતા. આ યાત્રા માટે 2,100થી વધુ શ્રદ્ધાળુઓને વિઝા આપવામાં આવ્યા હતા, જે ગુરુ નાનકની 556મી જયંતિ નિમિત્તે આયોજિત 10-દિવસીય ઉત્સવમાં ભાગ લેવાના હતા. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ કથિત રીતે દિલ્હી અને લખનૌના 14 હિન્દુઓને શીખ જથ્થા સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી.
ભારત સરકારે અગાઉ મંજૂરી આપી ન હતી
અગાઉના મહિનાઓમાં, ભારત સરકારે સુરક્ષા ચિંતાઓને ટાંકીને શીખ યાત્રાળુઓને પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ ગુરુદ્વારાની 10 દિવસની યાત્રા કરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ બાદમાં મંજૂરી આપી હતી. દર વર્ષે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ શીખ ધર્મ સાથે જોડાયેલા વિવિધ ઐતિહાસિક ગુરુદ્વારાઓમાં, ખાસ કરીને પ્રકાશ પર્વના અવસરે, માથું ટેકવવા માટે એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન મોકલે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?