ભારતીય વિદ્યાર્થીઓનો તિબિલિસીમાં ડંકો
વિશ્વના 80 દેશો વચ્ચે યુસીમાસ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 4 વિદ્યાર્થીઓએ મેળવ્યું સ્થાન

UCMAS ઇન્ટરનેશનલ સ્પર્ધા

UCMAS ઇન્ટરનેશનલ સ્પર્ધા
તિબિલિસીમાં યુસીમાસ ગણિત સ્પર્ધા: ભારતીય બાળકોનું અસાધારણ પ્રદર્શન
ગણિતમાં યોગ્ય માર્ગદર્શન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ બાળકોને વૈશ્વિક સ્તરે સફળતા અપાવી શકે છે, જેનું પ્રત્યક્ષ પ્રમાણ તાજેતરમાં જ્યોર્જિયાના તિબિલિસી સ્થિત SEU યુનિવર્સિટી ખાતે યોજાયેલી યુસીમાસ ઇન્ટરનેશનલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં જોવા મળ્યું. 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં વિશ્વના 80 દેશોના 1500થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારત માટે ચાર મેડલ :
આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધામાં ભારતના યુસીમાસ સમા સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
મૃણ્મયી દીવાટે: પ્રથમ સ્થાન
ત્વીશા પટેલ: દ્વિતીય સ્થાન
નિહિત રાજસિંહ પરમાર: તૃતીય સ્થાન
હિરવા પટેલ: તૃતીય સ્થાન
અનેક દેશોના મેધાવી સ્પર્ધકો વચ્ચે આ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મેન્ટલ ઍબેકસ ચેલેન્જ :
સ્પર્ધાનો સૌથી કઠિન પડકાર મેન્ટલ ઍબેકસ ચેલેન્જ હતો, જેમાં વિદ્યાર્થીઓએ માત્ર આઠ મિનિટમાં મગજની ગણતરી દ્વારા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મિક્સ્ડ ઓપરેશન્સ સહિત કુલ 200 ગણિતીય દાખલાઓ ઉકેલવાના હતા.
વિદ્યાર્થીઓ UCMASની ખાસ "મેન્ટલ ઍબેકસ" ટેકનિકનો ઉપયોગ કરે છે, જ્યાં તેઓ મનમાં ઍબેકસના મણકાઓની કલ્પના કરીને ગણતરી કરે છે. આ પ્રક્રિયા વિઝ્યુઅલાઇઝેશન, સ્પીડ મેમરી અને મગજના ડાબા-જમણા ગોળાર્ધના સુમેળ પર આધારિત છે, જેને વિશ્વભરમાં "brain–machine precision without the machine" તરીકે ઓળખવામાં આવે છે.
યુસીમાસ સમા સેન્ટરના માર્ગદર્શકો સૌરભ સર અને બિનલ મૅમ છેલ્લા 21 વર્ષથી વિદ્યાર્થીઓને આ સ્તર માટે તૈયાર કરી રહ્યા છે. તેમનું માર્ગદર્શન, માતા-પિતાનો સહકાર અને બાળકોની સખત મહેનત આ વૈશ્વિક સફળતાનો મુખ્ય આધાર છે. આ અનુભવ બાળકોમાં એકાગ્રતા, તર્કશક્તિ અને આત્મવિશ્વાસ જેવા મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો વિકસાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?