Australia : ભારતીય મૂળનો ગૌરવ કુંડી પોલીસ દમનનો ભોગ, વ્યક્તિ કોમામાં...
ભારતીય મૂળના ગૌરવ કુંડીને પોલીસે કાબૂમાં લેતી વખતે ગરદન પર ઘૂંટણ મૂકી દેતા તેઓ કોમામાં...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળનો વ્યક્તિ કોમામાં...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળનો વ્યક્તિ કોમામાં...
ઓસ્ટ્રેલિયામાં પોલીસની ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 42 વર્ષીય ભારતીય મૂળના બે બાળકોના પિતા ગૌરવ કુંડી પોલીસ કસ્ટડી દરમિયાન કોમામાં સરી પડ્યા છે, જ્યારે પોલીસે તેમને કાબૂમાં લેવા માટે તેમની ગરદન પર ઘૂંટણ મૂકી દીધા હતા. આ ઘટનાને પગલે તેમના મગજમાં ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટના અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડના અત્યાચારની યાદ અપાવે છે, જેણે વૈશ્વિક સ્તરે આક્રોશ જગાવ્યો હતો.
પોલીસ પર ગંભીર આરોપ...
ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, ગૌરવ કુંડીને એડિલેડના પૂર્વીય ઉપનગરોમાં એક મામલામાં ધરપકડ કરતી વખતે જમીન પર પછાડવામાં આવ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ગૌરવ અને તેમના સાથી અમૃતપાલ કૌર "મેં કંઈ ખોટું કર્યું નથી" તેમ કહીને નિર્દોષતાની ગુહાર લગાવી રહ્યા છે, જ્યારે કૌર રડતા રડતા પોલીસની કાર્યવાહીને અયોગ્ય ગણાવી રેકોર્ડ કરી રહ્યા છે. કૌરનો આરોપ છે કે એક પોલીસ અધિકારીએ જાણી જોઈને ગૌરવની ગરદન પર ઘૂંટણ મૂક્યું હતું, જેના કારણે તેઓ બેહોશ થઈ ગયા અને ગંભીર મગજની ઈજાઓને કારણે કોમામાં પહોંચી ગયા.
જ્યોર્જ ફ્લોયડ સાથે સમાનતા...
આ ઘટના 2020 માં અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ સાથે ભયાવહ સમાનતા ધરાવે છે, જ્યાં પોલીસે સમાન રીતે તેમની ગરદન પર ઘૂંટણ મૂકીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગૌરવ કુંડીની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેઓ હાલ કોમામાં છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની માલિર જેલમાં હિંસક હુમલો, અનેક કેદી ભાગી છુટ્યા
ન્યાય માટે માંગ...
જોકે પોલીસે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે, ગૌરવ કુંડીની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ ઘટના બાદ સ્થાનિક ભારતીય સમુદાયમાં ન્યાયની માંગ અને પોલીસ કાર્યવાહીની સઘન તપાસની માંગ પ્રબળ બની છે. આ ઘટના ઓસ્ટ્રેલિયન પોલીસના વર્તન પર ગંભીર સવાલો ઉભા કરે છે અને પોલીસની જવાબદારી અને માનવાધિકારના પાલન પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત દર્શાવે છે.
આ પણ વાંચો : Italy : માઉન્ટ એન્ટાનો વિનાશક વિસ્ફોટ, ઇટાલીમાં ધરતી ધ્રુજી, હવાઇ સેવા ખોરવાઈ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?