ભારતે અમેરિકા સાથે કરી ₹8 હજાર કરોડની નેવી ડીલ
ભારતીય નૌકાદળના MH60R હેલિકોપ્ટરના કાફલા માટે સંરક્ષણ સચિવે કર્યો ₹7995 કરોડનો સોદો

નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવની હાજરીમાં US વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ હસ્તાક્ષર કરાયા

નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવની હાજરીમાં US વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ હસ્તાક્ષર કરાયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી સપ્તાહે ભારત પ્રવાસ આવી રહ્યા છે. પુતિન આવે તે પહેલાં ભારતે અમેરિકા સાથે મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય નૌકાદળના 24 સી-હોક હેલિકોપ્ટર કાફલા માટે અમેરિકા સાથે 5 વર્ષના 'ફોલો-ઓન સપોર્ટ' એટલે કે સતત સમર્થન મળે તે હેતુથી અંદાજે ₹8000 કરોડની મોટી ડીલ કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં અમેરિકાના વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ LOA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમેરિકા સાથે આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઑગસ્ટ-2025માં ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી કે, MH-60R હેલિકોપ્ટર કાફલાના સંબંધમાં અમેરિકા સાથે ₹7995 કરોડના પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર(LOA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકહીડ માર્ટિન કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા MH-60R સી-હોક હેલિકોપ્ટર્સ, જે બ્લેકહૉક હેલિકોપ્ટરનું દરિયાઈ વેરિઅન્ટ છે. જે તમામ હવામાનમાં ઉપયોગમાં લેવા માટે અસરકારક છે. ભારતે 5 વર્ષ પહેલાં, ફેબ્રુઆરી 2020માં, 24 MH-60R હેલિકોપ્ટરની ખરીદી માટે અમેરિકા સાથે કરાર કર્યો હતો. ત્યારબાદ તેની પ્રથમ 3 યુનિટની ખેપ વર્ષ 2021માં ભારતને મળી હતી.
સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ 'ફોલો-ઓન સપોર્ટ' પેકેજ ખૂબ જ વ્યાપક છે. જેમાં સ્પેરપાર્ટ્સ, સહાયક ઉપકરણો, ઉત્પાદન સમર્થન, તાલીમ અને ટેકનિકલ સહાયતા સહિતની અનેક જોગવાઈનો સમાવેશ કરાયો છે. મંત્રાલયે જણાવ્યું કે, આ સુવિધાઓના વિકાસના કારણે દેશમાં લાંબા સમય માટે કેપેબિલિટીનું નિર્માણ થશે અને અમેરિકન સરકાર પરની નિર્ભરતા ઘટશે. જે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.
આ કરારના કારણે MSME અને અન્ય ભારતીય કંપનીઓ દ્વારા સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના વિકાસને પ્રોત્સાહન મળશે. આ સતત સમર્થનથી MH-60R હેલિકોપ્ટરોની ઓપરેશનલ ઉપલબ્ધતા અને જાળવણીમાં સુધારો થશે. જે તેમની મહત્ત્વપૂર્ણ એન્ટી-સબમરીન વૉરફેર ક્ષમતાને વધુ મજબૂત કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?