પાકિસ્તાની PM શહબાઝ શરીફની મોટી કબૂલાત, ભારતના બ્રહ્મોસ હુમલાએ બગાડ્યો ખેલ!
પાકિસ્તાનના PM શહબાઝ શરીફે કબૂલ્યું કે, ભારતે બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનના લશ્કરી ઠેકાણા નષ્ટ કર્યા.

શહબાઝ શરીફ

શહબાઝ શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધ અંગે એક આશ્ચર્યજનક કબૂલાત કરી છે. 6 દિવસના તીવ્ર તણાવ બાદ બંને દેશોએ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
જોકે, શરીફે અજારબાઈજાનના લાચિન શહેરમાં એક સમિટને સંબોધતા જણાવ્યું કે, પાકિસ્તાને ફઝરની નમાઝ બાદ સવારે 4:30 વાગ્યે ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પરંતુ, ભારતે આ પ્લાનને નિષ્ફળ કરી દીધો અને બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનના નૂર ખાન એરબેસ, મુરીદ એરબેઝ અને અન્ય લશ્કરી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા.
યુદ્ધવિરામ બાદ શરીફે રાષ્ટ્રજોગ પ્રવચનમાં દાવો કર્યો કે, પાકિસ્તાને ભારતના હવાઈ મથકો અને દારૂગોળાનો નાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ ભારતના રાફેલ વિમાનોને તોડી પાડ્યા અને આ જીત પાકિસ્તાનીઓની છે. શરીફે ભારત પર આરોપ લગાવ્યો કે, તેઓએ પહેલગામ હુમલાને બહાનું બનાવી પાકિસ્તાન પર યુદ્ધ થોપ્યું.
તેમણે દાવો કર્યો કે, ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાની નાગરિકો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા, જેનાથી પાકિસ્તાનની ધીરજની કસોટી થઈ. શરીફે એમ પણ કહ્યું કે, ભારતે પાકિસ્તાનના સૈન્ય છાવણીઓ અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેમણે ભારતના આરોપોની નિષ્પક્ષ તપાસની ઓફર પણ કરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?