ભારત-કેનેડા સાથે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાની શરૂઆત, હાઈ કમિશનરોને પાછા મોકલવાનો નિર્ણય
ભારત-કેનેડા સંબંધોમાં સુધારાની નવી શરૂઆત, હાઈ કમિશનરો પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ભારત-કેનેડા PM

ભારત-કેનેડા PM
ભારત અને કેનેડાએ ફરી એકવાર દુશ્મનાવટ છોડીને રાજદ્વારી સ્તરે સંબંધ સુધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. બંને દેશો હવે એકબીજાની રાજધાનીમાં પોતાના હાઈ કમિશનરોની નિમણૂક કરવા સંમત થયા છે. આ નિર્ણય કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે G7 સમિટ દરમિયાન થયેલી મુલાકાત પછી લેવામાં આવ્યો છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે, બંને દેશોએ સ્થિરતા અને પરસ્પર વિશ્વાસ સ્થાપિત કરવા માટે ધીમે-ધીમે રાજદ્વારી પગલાં લેવા સંમતિ આપી છે. સૌથી પ્રથમ પગલું - હાઈ કમિશનરોની પાછી નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે.
તે સિવાય, બંને દેશોના વડાપ્રધાનોએ દીર્ઘકાળથી અટકેલી વેપાર ચર્ચાઓ ફરી શરૂ કરવાનો પણ નિર્ધાર લીધો છે. અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે, તે તાત્કાલિક રીતે વાતચીત ફરી શરૂ કરે. ઉદ્દેશ છે બંને દેશના નાગરિકો અને વ્યવસાયોને સામાન્ય અને નિયમિત સેવાઓ પુનઃપ્રદાન કરવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?