ભારતીય અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી પર યુએસમાં લાંચ આપવનો આરોપ ઘડાયો
સોલાર પ્રોજેક્ટની મંજૂરી તથા વિજળી પૂરી પાડવા ૨૫૦ મિલિયન યુએસ ડોલરની લાંચ ભારતીય અધિકારીઓની આપી હોવાનો આરોપ

Eastern District of New York (file photo)

Eastern District of New York (file photo)
યુએસ પ્રોસિક્યુટર્સે ગૌતમ અદાણી અને અન્ય લોકો પર ભારતીય સરકારી અધિકારીઓને અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચઆપવાનો આરોપ મૂક્યો છે. આરોપ પ્રમાણે અદાણી જૂથના અધ્યક્ષ અને અન્ય સાત વ્યક્તિઓએ યુએસના રોકાણકારો પાસેથી ભંડોળએકત્ર કરી તે નાણાંનો દુરઉપયોગ કર્યો હતો.
ભારતના અદાણી ગ્રૂપના અધ્યક્ષ અને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં કથિત અબજો-ડોલરની છેતરપિંડીકરવાનો આરોપ ઘડ્યો છે, તેમ ન્યુયોર્કના ઇસ્ટર્ન ડિસ્ટ્રીક કોર્ટના એટર્ની ઓફિસના સરકારી વકીલ કહ્યું હતું.
બુધવારે સત્તાવાળાઓએ અદાણી ગ્રીન એનર્જી ખાતે અદાણી અને અન્ય બે એક્ઝિક્યુટિવ્સ, તેમના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનપર 2020 અને 2024 વચ્ચે 250 મિલિયન ડોલરથી વધુની લાંચ ભારતીય અધિકારીઓને આપી છે, તેવો આક્ષેપ થયો છે. અબજો રૂપીયાના સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે અધિકારીઓને ૨૫૦ મિલિયન યુએસ ડોલરની લાંચ આપી હોવાનો આરોપ છે.
વધુ વિગત માટે Eastern District Court ની લિંક પર ક્લિક કરશો ----https://www.justice.gov/usao-edny/pr/billionaire-chairman-conglomerate-and-seven-other-senior-business-executives-indicted
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?