બ્રાઝિલમાં હોટ એર બલૂનમાં આગ, 8 લોકોના મોતના સમાચાર
બ્રાઝિલમાં સાન્ટા કેટારિનામાં હોટ એર બલૂનમાં આગ લાગતા 8 લોકોનાં મૃત્યુ થયા, ભારે પવન અને બર્નરની ખામીને કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની શક્યતા

બ્રાઝિલમાં હોટ એર બલૂનમાં આગ

બ્રાઝિલમાં હોટ એર બલૂનમાં આગ
દક્ષિણ બ્રાઝિલમાં સાન્ટા કેટારિના રાજ્યમાં ભયાનક દુર્ઘટના બની છે. શનિવારે હોટ એર બલૂન ક્રેશ થયું હતું. ભારે પવન અને બેકઅપ બર્નરની ખામીને કારણે હોટ બલૂનમાં આગ લગતા દુર્ઘટના સર્જાઇ હોવાની શક્યતા સેવાઇ રહી છે.
બલૂનમાં સવાર વ્યક્તિઓ:
આ હોટ એર બલૂનમાં કુલ 21 લોકો સવાર હતા જેમાં બલૂનમાં ખામી સર્જાતાં પાયલોટે બલૂનને જમીનથી થોડો નીચે લાવી મુસાફરોને કૂદી જવા માટે કીધું હતું. કુલ 13 જેટલા વ્યક્તિઓ કૂદી જતાં તેઓ સુરક્ષિત થયા હતા પરંતુ બાકીના 8 લોકો જે હોટ એર બલૂનમાં રહી ગયા તે આગની ચપેટમાં આવતા તેમનું મોત થયું છે.
સાન્ટા કેટરીનાના પોલીસ વડા યુલિસિસ ગેબ્રિયલએ ટેકઓફ સમયે પવન ખૂબ જ મજબૂત હતાની પુષ્ટિ કરી છે. વધુમાં ઉમેર્યું કે, ''ભારે પવનથી અસ્થિરતાને કારણે ગેસ લીકેજ થયું હશે, જેના કારણે આગ લાગી હશે. જે વધુ પવનથી આગ તીવ્ર બની હતી."
આ ભયાનક દુર્ઘટના પ્રેયા ગ્રાન્ડેમાં બની હતી, જે એક લોકપ્રિય બલૂનિંગ સ્થળ છે. પ્રત્યક્ષદર્શીઓના ફૂટેજમાં બલૂન આગમાં લપેટાયેલો અને નીચે પડી ગયો હતો. ચોક્કસ કારણ હજુ પણ તપાસ હેઠળ છે અને અધિકારીઓએ બે મુખ્ય પૂર્વધારણાઓ ઓળખી કાઢી છે જે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને માનવ ભૂલ હોઇ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?