કેન્યામાં ભયાવહ બસ દુર્ઘટના: 5 ભારતીય નાગરિકોના મોત, 27 ઈજાગ્રસ્ત
અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, કેન્યામાં એક બસ અકસ્માતનો ભોગ બની

કેન્યામાં ભયાવહ બસ દુર્ઘટના

કેન્યામાં ભયાવહ બસ દુર્ઘટના
કેન્યા | એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, કેન્યામાં એક બસ અકસ્માતનો ભોગ બની, જેના પરિણામે ઓછામાં ઓછા પાંચ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો. આ તમામ વ્યક્તિઓ કતરમાં રહેતા હતા અને રજાઓ ગાળવા માટે કેન્યાની મુલાકાતે ગયા હતા. આ દુર્ઘટનાની માહિતી દોહા સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવી છે.
દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "કતરથી 28 ભારતીયોનો એક સમૂહ કેન્યાના પ્રવાસે હતો, જ્યાં તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ભાગ્યવશ દુર્ઘટનાગ્રસ્ત થઈ." નૈરોબી સ્થિત ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે.
નૈરોબીમાં ભારતીય ઉચ્ચાયોગે પણ 'X' પર પોતાની સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "અમે ન્યાંદરુઆ કાઉન્ટીમાં ઓલ જોરોરોક-નાકુરુ રોડ પર થયેલા દુઃખદ માર્ગ અકસ્માતથી અત્યંત દુઃખી છીએ, જેમાં 5 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો છે." ઉચ્ચાયોગે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. ઉચ્ચાયોગની કાઉન્સલર ટીમ ઘટનાસ્થળે હાજર છે અને જરૂરી તમામ સહાય સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
ખાઈમાં ખાબકી બસ: 'ધ ગલ્ફ ટાઈમ્સ' સમાચારપત્ર અનુસાર, જે બસમાં ભારતીય પર્યટકો મુસાફરી કરી રહ્યા હતા તે નિયંત્રણ બહાર જતી રહી અને ઉત્તરપૂર્વીય ન્યાંદરુઆ કાઉન્ટીમાં એક ઊંડી ખાઈમાં ખાબકી. અખબારે સ્થાનિક સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દક્ષિણ ભારતના ઓછામાં ઓછા 5 પર્યટકોના મોત થયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જ્યારે 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને કેન્યાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?