બાંગ્લાદેશમાં ફરી હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા
રાજબાડી જિલ્લામાં અમૃત મંડળની મોબ લિંચિંગમાં મોત; ખંડણીના વિવાદમાં હુમલો થયાનો પોલીસનો દાવ

બાંગ્લાદેશમાં વધુ એક યુવાનની હત્યા

બાંગ્લાદેશમાં વધુ એક યુવાનની હત્યા
બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવારે (24 ડિસેમ્બર) મોડી રાત્રે એક ભયાનક ઘટના ઘટી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાત્રે અંદાજે 11 વાગ્યે ગામલોકોના એક ઉશ્કેરાયેલા ટોળાએ અમૃત મંડળ (જે સમ્રાટ તરીકે પણ ઓળખાતો હતો) નામના હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો. ટોળાએ તેને બેરહેમીથી માર માર્યો હતો. પોલીસને જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગંભીર હાલતમાં અમૃતને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને કારણો: પાંગ્શા સર્કલના સહાયક પોલીસ અધિક્ષક દેબ્રતા સરકારે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આ હુમલો ખંડણીના વિવાદ સાથે જોડાયેલો હોવાનું જણાય છે. આ હિંસક ઘટનાના સંબંધમાં પોલીસે મોહમ્મદ સલીમ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
હિન્દુઓ પર સતત હુમલા: નોંધનીય છે કે આ ઘટના દીપુ ચંદ્ર દાસ નામના અન્ય એક હિન્દુ યુવકની હત્યાના ગણતરીના દિવસોમાં જ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય દીપુની પણ ટોળાએ હત્યા કરી હતી અને તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. લઘુમતીઓ પર થઈ રહેલા આ સતત હુમલાઓ ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?