અમેરિકામાં H-1B વિઝાના નિયમો હળવા થશે: નવું બિલ
'વેલકમિંગ ઇન્ટરનેશનલ સક્સેસ એક્ટ' થી ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

અમેરિકા નવું ઇમિગ્રેશન બિલ WISA

અમેરિકા નવું ઇમિગ્રેશન બિલ WISA
અમેરિકામાં સ્થાયી થવા અને ત્યાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સંસદમાં 'વેલકમિંગ ઇન્ટરનેશનલ સક્સેસ એક્ટ' (WISA) નામનું એક નવું ઇમિગ્રેશન બિલ રજૂ કરવામાં આવ્યું છે. સાંસદ બોની વોટસન કોલમેન દ્વારા રજૂ કરાયેલા આ કાયદાનો મુખ્ય હેતુ વર્ષ 2025માં લાગુ કરવામાં આવેલા કડક વિઝા નિયમોમાં ફેરફાર કરવાનો છે. જો આ બિલ પસાર થાય છે, તો વિદેશી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ફરી સરળ અને ઓછી ખર્ચાળ બનશે.
કડક નિયમો અને ઊંચી ફીમાંથી મુક્તિની તૈયારી :
આ નવું બિલ ખાસ કરીને વર્ષ 2025માં ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા માટે લાવવામાં આવ્યું છે. અગાઉના નિયમો હેઠળ, કંપનીઓએ H-1B વિઝા પિટિશન માટે 1,00,000 ડૉલર (અંદાજે 84 લાખ રૂપિયા) જેવી જંગી ફી ચૂકવવી પડતી હતી. આ ઉપરાંત, વેતન મર્યાદાના કડક નિયમોને કારણે માત્ર ઉચ્ચ પગાર ધરાવતા લોકોને જ વિઝા મળતા હતા. WISA બિલ આ આર્થિક બોજ ઘટાડવા અને લોટરી સિસ્ટમને વધુ ન્યાયી બનાવવાની દરખાસ્ત રજૂ કરે છે, જેથી ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ સરળતાથી કુશળ પ્રતિભાઓને નોકરી પર રાખી શકે.
ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો :
અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ એટલે કે 70 થી 75 ટકા જેટલો છે. હાલમાં અમેરિકામાં અંદાજે 7.3 લાખ ભારતીય વિઝા ધારકો અને લાખો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અમેરિકામાં કામ કરવા માટે H-1B વિઝા એક મહત્વનું સોપાન છે. જો આ પ્રક્રિયા સસ્તી અને પારદર્શક બનશે, તો ભારતીય આઈટી એન્જિનિયરો અને પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવી ઘણી સરળ બની જશે.
કાયદો બનવાની પ્રક્રિયા અને વર્તમાન સ્થિતિ :
નોંધનીય છે કે આ બિલ અત્યારે માત્ર દરખાસ્તના તબક્કે છે. તેને કાયદાકીય સ્વરૂપ આપવા માટે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંને ગૃહોમાં બહુમતીથી પસાર થવું અનિવાર્ય છે. ત્યારબાદ અમેરિકન પ્રમુખના હસ્તાક્ષર થયા પછી જ તે અમલમાં આવશે. ત્યાં સુધી વર્ષ 2025માં બનેલા જૂના કડક નિયમો જ લાગુ રહેશે. તેમ છતાં, આ બિલની રજૂઆતથી અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?