અમેરિકામાં ICE સમક્ષ હાજરી બાદ ગુજરાતી ટેન્શનમાં!
15 વર્ષથી અમેરિકામાં રહેલા ગુજરાતી પર ડિપોર્ટેશનનો ખતરો, ICEની ચેતવણી બાદ ચિંતામાં

અમેરિકામાં ગુજરાતીને ડિપોર્ટ કરાય તેવી શક્યતા

અમેરિકામાં ગુજરાતીને ડિપોર્ટ કરાય તેવી શક્યતા
અર્કાન્સાસમાં રહેતા 45 વર્ષીય ગુજરાતી વ્યક્તિ માટે અમેરિકા હવે અનિશ્ચિતતાનો સમય લાવ્યો છે. 2010થી ઈલીગલી યુએસમાં રહેતા આ ગુજરાતી ICEની ઓફિસે નિયમિત હાજરી પૂરાવવા ગયા ત્યારે તેમને વોર્નિંગ આપવામાં આવી. અધિકારીએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ અનુકૂળ નથી અને આવતી હાજરી વખતે ધરપકડ થઈ શકે છે.
માહિતી મુજબ, તેમનો ડિપોર્ટેશન ઓર્ડર ઘણા વર્ષો પહેલાં જ ઈશ્યૂ થયો હતો, પણ વિવિધ ટેકનિકલ કારણોસર તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા નથી. 2024 સુધી ICE દ્વારા આવા ઈમિગ્રન્ટ્સને છ મહિના કે એક વર્ષની શરતે મુક્તિ આપવામાં આવી રહી હતી, શરત એ કે તેઓ સમયસર હાજરી આપે. ઘણા લોકો શરૂઆતમાં GPS ટ્રેકર સાથે રાખવામાં આવતા હતા, જે નિયમિત હાજરી બાદ હટાવવામાં આવતું હતું.
અર્કાન્સાસના આ ગુજરાતી હાલમાં ટેન્શનમાં છે કારણ કે આવતી હાજરી વખતે તેમની ધરપકડ થવાની આશંકા છે. તેઓ વર્ષોથી પરિવાર સાથે રહે છે અને કોઈ ગુનો નથી કર્યો. હવે તેમને ચિંતા છે કે જો ડિપોર્ટ થઈ જાય તો પરિવારનું શું થશે.
હાલમાં કેલિફોર્નિયાની હરજિત કૌર નામની ભારતીય મહિલાને પણ 30 વર્ષ બાદ ICEએ ડિપોર્ટ કરી દીધી હતી. આવા કેસો પછી હવે ઈમિગ્રન્ટ્સમાં ભય ફેલાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અગાઉ પાસપોર્ટ નાશ કરી ડિપોર્ટેશનથી બચી જવાતું હતું, પરંતુ હવે ઇમરજન્સી સર્ટિફિકેટ પરથી પણ ડિપોર્ટેશન થઈ રહ્યું છે.
આ રીતે, અર્કાન્સાસના ગુજરાતી માટે અમેરિકામાં દરેક હાજરી સાથે અનિશ્ચિતતા વધી રહી છે, અને હવે તેઓ ડિપોર્ટેશનના ખતરા હેઠળ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?