USAમાં 500 ડોલર કમાવા જતાં ગુજરાતી ડિપોર્ટ થયા!
ન્યૂજર્સીના કેતન પટેલ 50 હજાર ડોલરના પાર્સલ કાંડમાં ઝડપાયા અને નવેમ્બર 2025માં ડિપોર્ટ થયા

અમેરિકન ડોલરની ફાઈલ તસવીર

અમેરિકન ડોલરની ફાઈલ તસવીર
અમેરિકામાં રોજગારની શોધમાં ગયેલા ઘણા ગુજરાતીઓ માટે પાર્સલ કાંડ મોટું જોખમ બની રહ્યું છે. આવી જ પરિસ્થિતિ ન્યૂજર્સીમાં રહેતા કેતન પટેલ સાથે બની, જેઓ 500 ડોલર કમાવવા જતા મુશ્કેલીઓમાં ફસાયા અને અંતે ડિપોર્ટ થઈને ભારતીય જમીન પર પાછા ફરવા મજબૂર બન્યા.
કેતન પટેલ 2018માં ફેમિલી સાથે વિઝિટર વિઝા પર અમેરિકા ગયા હતા પરંતુ પછી ઓવરસ્ટે થઈ ગયા હતા. આર્થિક તંગી અને વ્યક્તિગત સમસ્યાઓ વચ્ચે 2024-25 દરમિયાન તેમનો સંપર્ક ઇન્ડિયામાં રહેતા હાર્દિક પારેખ નામના વ્યક્તિ સાથે થયો. પારેખે પોતાનું કુરિયર સર્વિસ કામકાજ બતાવી તેમને પાર્સલ કલેક્ટ કરવાની ઓફર આપી. હકીકતમાં આ કુરિયર કામ એક મોટું સ્કેમ નીકળ્યું.
માર્ચ 31, 2025ના રોજ કેતન પટેલ ન્યૂયોર્કમાં 50 હજાર ડોલર કેશ ભરેલું પાર્સલ લેવા પહોંચ્યા. તેમને મળેલી સૂચના મુજબ કેશ ગણવા માટે થોડું દૂર જતાં જ ન્યૂયોર્ક સ્ટેટના રોમ ટાઉન પોલીસે તેમને ઝડપી લીધા. કશું ખોટું નથી કર્યું એવું માનતા હોવા છતાં તપાસ દરમિયાન પોલીસ અને FBIએ તેમના ફોન, ચેટ્સ અને કૉલ્સ ચકાસ્યા. ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા અને પછી ICEએ તેમને અટકાવ્યા.
પોલીસ રિપોર્ટ મળતાં જ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ અજાણતા જ અમેરિકન સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરતા પાર્સલ ફ્રોડ ગેંગનો ભાગ બની ગયા હતા. કેતન પટેલ પર ફેલોની ચાર્જ મૂકાયો, પરંતુ તેમના પરની ટ્રાયલ સમયસર શરૂ ન થતા અને કાનૂની મદદ માટે પૈસા ન હોવાથી સપ્ટેમ્બર 2025માં તેમણે વોલન્ટરી ડિપાર્ચર સ્વીકારી લીધી.
નવેમ્બર 2025માં તેમને ભારત ડિપોર્ટ કરી દેવાયા. આઠ વર્ષ અમેરિકામાં રહ્યા બાદ તેઓ ખાલી હાથે પરત આવ્યા. ઘર, બચત કે કોઈ વ્યવસ્થિત પરિસ્થિતિ વગર હવે તેઓ ફરીથી જીવન શરૂ કરવાની ચિંતામાં છે. વર્ષો સુધી બહાર રહેવાને કારણે ભારતમાં તેમના સંપર્કો પણ બહુ ઓછા રહી ગયા છે.
પાર્સલ કાંડમાં ગુજરાતીઓનો ઉપયોગ સામાન્ય રીતે ફક્ત કેશ કલેક્ટર તરીકે થાય છે, જ્યારે પાછળ બેઠેલા સ્કેમર્સ સુધી પોલીસ પહોંચતી જ નથી. અનોખી વાત એ છે કે ઘણા યુવાન, સ્ટૂડન્ટ્સ અને અજાણતા લોકો પૈસા કમાવાની લાલચમાં આ જાળમાં ફસાઈ જાય છે.
2024 અને 2025માં આવા અનેક કેસોમાં યુએસ સિટીઝન, ગ્રીન કાર્ડ ધારકો અને ઇલિગલ રહેતા લોકો ઝડપાઈ ચૂક્યા છે. છતાં પણ આ કૌભાંડ અટકતું નથી અને સમયાંતરે નવા શિકાર મળી જ જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?