મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ: અમેરિકા-ઈરાન આમને સામને
કુવૈતમાં અમેરિકી વિમાન ક્રેશ અને ઈરાનના વળતા પ્રહારથી ખાડી દેશોમાં યુદ્ધનો ભયંકર માહોલ

ઈરાન અમેરિકા યુદ્ધ

ઈરાન અમેરિકા યુદ્ધ
મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો આજે બીજો દિવસ છે. આ લડાઈ હવે માત્ર બે દેશો પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર પ્રદેશમાં ફેલાઈ રહી છે. ઈરાને વળતા હુમલામાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો છે.
કુવૈતમાં અમેરિકી F-15 જેટ તોડી પાડવામાં આવ્યું ?
યુદ્ધના મેદાનમાં અમેરિકાને એક મોટો ફટકો પડ્યો છે. કુવૈતમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર જેટ F-15 ક્રેશ થયું છે. સૈન્ય નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ વિમાન અકસ્માત નથી પરંતુ ઈરાન દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનાએ પેન્ટાગોનમાં ચિંતા વધારી દીધી છે.
વોશિંગ્ટન પોસ્ટનો ઘટસ્ફોટ: સંસાધનોની અછતનો ડર
અમેરિકાના પ્રખ્યાત અખબાર વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ, અમેરિકી સૈન્ય નેતાઓ દબાણ હેઠળ છે. તેમને ડર છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો અમેરિકાની એર ડિફેન્સ ઇન્વેન્ટરી અને મિસાઈલ ભંડાર ખાલી થઈ શકે છે. લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ અમેરિકાની સૈન્ય વ્યૂહરચનાને નબળી પાડી શકે છે.
બેરુતમાં નાસભાગ અને હિઝબુલ્લાહની એન્ટ્રી :
લેબેનોનની સ્થિતિ પણ અત્યંત સ્ફોટક છે. ઈઝરાયેલે બેરુત શહેર ખાલી કરવાનો આદેશ આપ્યા બાદ ત્યાં નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. લાખો લોકો સુરક્ષિત સ્થળે જવા માટે નીકળતા રસ્તાઓ પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. બીજી તરફ, હિઝબુલ્લાહ પણ હવે ઈઝરાયેલ પર રોકેટ મારો કરી યુદ્ધમાં સક્રિય બન્યું છે.
સાયપ્રસ અને ફ્રાન્સની ભૂમિકા :
યુદ્ધની આંચ હવે યુરોપિયન દેશો સુધી પણ પહોંચી છે. સાઈપ્રસમાં આવેલા બ્રિટિશ સૈન્ય બેઝ પર ડ્રોન હુમલો થયો છે. જોકે, ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફ્રાન્સે પણ પોતાનું યુદ્ધજહાજ રવાના કર્યું છે, જે અમેરિકા અને ઈઝરાયેલને ટેકો જાહેર કરે છે.
ડિજિટલ વોર અને આર્થિક ફટકો :
ઈરાનના હુમલા માત્ર સૈન્ય મથકો સુધી સીમિત નથી. UAE માં થયેલા હુમલામાં એમેઝોનના AWS ડેટા સેન્ટરને નુકસાન થયું હોવાના અહેવાલ છે, જેના કારણે અનેક દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થઈ છે. કુવૈતનું અલી અલ-સલેમ એરબેઝ પણ હુમલાને કારણે હાલ કાર્યરત નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુનો નિર્ધાર :
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના અનેક નૌસૈનિક જહાજોને નષ્ટ કરી દીધા છે અને આગામી ચાર અઠવાડિયામાં આ લડાઈ જીતી લેવામાં આવશે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ તેહરાન પર ભીષણ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તેઓ વિરોધી શાસનને ખતમ કરવા માટે કટિબદ્ધ છે.
ભારત પર અસર: ફ્લાઈટ્સ રદ
આ મહાયુદ્ધની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના દેશો માટેની તમામ ફ્લાઈટ્સ 2 માર્ચની રાત સુધી સ્થગિત કરી દીધી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?