G7 summit : PM મોદી કેનેડા પહોંચ્યા, ટ્રમ્પ સમિટ છોડી અમેરિકા રવાના
માર્ક કાર્નીના આમંત્રણને માન આપી PM મોદી G7 સમિટમા ભાગ લેવા પહોંચ્યા કેનેડા, ટ્રમ્પ ઈરાન- ઇઝરાયલ યુધ્ધના પગલે સમિટ છોડી અમેરિકા જવા રવાના

PM મોદી G7 સમિટમાં ભાગ લેવા કેનેડા પહોંચ્યા

PM મોદી G7 સમિટમાં ભાગ લેવા કેનેડા પહોંચ્યા
PM મોદી 20 વર્ષ બાદ સાયપ્રસની મુલાકાત પછી તુરંત જ કેનેડા પહોંચ્યા છે. કેનેડામાં G7 સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં હાજરી આપવા PM મોદી કેનેડાના કનાનાસિક્સ પહોંચ્યા છે. વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણથી PM મોદી સાયપ્રસથી કેનેડા પહોંચ્યા છે.
G7 સમિટમાં PM મોદી કેનેડા, યુક્રેન અને મેક્સિકોના પ્રમુખ સાથે બેઠક કરશે. આ સમિટમાં ઈટાલીના વડાંપ્રધાન મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક, ફ્રાંસના પ્રમુખ મેક્રોં તથા બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર સાથે પણ પીએમ મોદીની મુલાકાત થશે. આ સમિટમાં એનર્જી સિક્યુરિટી, ટેકનોલોજી, ઈનોવેશનના ક્ષેત્રોમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓના ઉકેલોની ચર્ચા અને સંકલન કરવામાં આવશે.
આ સમિટમાં પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત થવાની અટકળો હતી. પીએમ મોદી અને ટ્રમ્પ ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ સૌપ્રથમ વાર એકબીજા સામે મળવાના હતા પરંતુ તાજેતરમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં યોજાઇ રહેલી સમિટ છોડી અમેરિકા માટે રવાના થઈ રહ્યા છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?