ઇન્ડોનેશિયામાં બાલી નજીક હોડી પલટી, ચાર લોકોના મોત, 38 લોકો ગુમ
ઇન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલી નજીક એક હોડી ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા હતા અને 38 અન્ય લોકો ગુમ થયા હતા.

ઇન્ડોનેશિયામાં બાલી નજીક હોડી પલટી ચાર લોકોના મોત

ઇન્ડોનેશિયામાં બાલી નજીક હોડી પલટી ચાર લોકોના મોત
ઇન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલી નજીક એક હોડી ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા હતા અને 38 અન્ય લોકો ગુમ થયા હતા. સુરાબાયા શોધ અને બચાવ એજન્સીએ જણાવ્યું હતું કે બચાવકર્તાઓએ બોટમાં સવાર અન્ય 23 લોકોને બચાવી લીધા છે.
બચાવ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'KMP ટુનુ પ્રતામા જયા' બોટ બુધવારે મોડી રાત્રે પૂર્વ જાવાના કેતાપાંગ બંદરથી નીકળ્યાના લગભગ અડધા કલાક પછી ડૂબી ગઈ હતી. બોટ બાલીના ગિલિમાનુક બંદર તરફ 50 કિલોમીટરની મુસાફરી કરી રહી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે બોટમાં 53 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને 14 ટ્રક સહિત 22 વાહનો હતા.
બાન્યુવાંગી પોલીસ વડા રામા સમતામા પુત્રાએ જણાવ્યું હતું કે બચાવેલા ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તરતા રહેવાને કારણે બેભાન થઈ ગયા હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે નવ બોટ તૈનાત કરવામાં આવી છે.
માર્ચમાં પણ અકસ્માત સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે, 17,000 ટાપુઓ ધરાવતા દક્ષિણપૂર્વ એશિયાઈ દ્વીપસમૂહ ઈન્ડોનેશિયામાં દરિયાઈ અકસ્માતો નિયમિત બને છે, જેનું કારણ સલામતીના નબળા ધોરણો છે. માર્ચમાં બાલીના દરિયાકાંઠે ઉબડખાબડ પાણીમાં 16 લોકોને લઈ જતી એક હોડી પલટી ગઈ, જેમાં એક ઓસ્ટ્રેલિયન મહિલાનું મોત થયું હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.