અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, હૈદરાબાદના યુવકનું મોત
ભારતીય વિદ્યાર્થીનું મોત

વોશિંગ્ટનમાં ફાયરિંગ

વોશિંગ્ટનમાં ફાયરિંગ
US : અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગની ઘટનામાં હૈદરાબાદના એક યુવકનું મોત થયું છે. મૃતકનું નામ રવિતેજ છે, જે હૈદરાબાદના આરકે પુરમનો રહેવાસી હતો. રવિતેજ માર્ચ 2022 માં અમેરિકા ગયો હતો અને માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં હતો. આ ઘટના બાદ હૈદરાબાદમાં રવિતેજના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
શિકાગોમાં ભારતીયની હત્યા...
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક યુવકની શિકાગોના ગેસ સ્ટેશન પર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. યુવક ત્યાં નોકરી કરતો હતો. મૃતકની ઓળખ સાંઈ તેજા નુકારપૂ (22) તરીકે થઈ હતી.
ભારતીય વિદ્યાર્થીનું મોત...
આ પહેલીવાર નથી કે જ્યારે અમેરિકામાં કોઈ ભારતીયનો જીવ ગયો હોય. સાંઈ તેજા નુકારપૂ પહેલા ગયા વર્ષે જૂન મહિનામાં આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના રહેવાસી 32 વર્ષીય વિદ્યાર્થી દાસારી ગોપીકૃષ્ણનું અમેરિકાના એક સુપરમાર્કેટમાં ગોળીબારમાં મોત થયું હતું. ગોપીકૃષ્ણ સારી આજીવિકાની શોધમાં અમેરિકા ગયા હતા અને ત્યાં એક સુપરમાર્કેટમાં કામ કરતા હતા. ફાયરિંગ વખતે કાઉન્ટર પર દશારી ગોપીકૃષ્ણ હાજર હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?