Pakistan : LPG ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 6 ના મોત, 31 ઘાયલ
LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા 6 ના મોત...

Pakistan માં ભયંકર વિસ્ફોટ...

Pakistan માં ભયંકર વિસ્ફોટ...
પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાંતમાં LPG થી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં એક સગીર બાળકી સહિત છ લોકોના મોત થયા છે. સોમવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં 31 લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત મુલતાનના હમીદપુર કનૌરા વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં થયો હતો.
રહેણાંક વિસ્તારોમાં કાટમાળ પડ્યો હતો...
એક અહેવાલ દ્વારા સોમવારે ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ પછી, વાહનનો કાટમાળ આસપાસના રહેણાંક વિસ્તારો પર પડ્યો, જેના કારણે ભારે નુકસાન થયું. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટના પછી તરત જ આગ ઓલવવા માટે 10 થી વધુ ફાયર એન્જિન અને ફોમ આધારિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
20 મકાનો ધરાશાયી થયા હતા...
પ્રારંભિક અહેવાલોમાં પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ એક ઘરમાંથી વધુ એક મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને છ થયો હતો. મૃતકોમાં એક સગીર બાળકી અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સ્થળની આસપાસના લગભગ 20 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 70 મકાનોને આંશિક નુકસાન થયું છે. મુલતાન શહેરના પોલીસ અધિકારી સાદિક અલીએ જિયો ન્યૂઝ ચેનલને જણાવ્યું કે વિસ્ફોટમાં પાલતુ પ્રાણીઓ પણ માર્યા ગયા. તેમણે જણાવ્યું કે, ટેન્કરના વાલ્વમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો, જેની ગંધ આવતા કેટલાક લોકો પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ ગયા હતા. પરંતુ, આ પછી ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. અલીએ જણાવ્યું હતું કે, ટેન્કરમાંથી ગેસના સતત લીકેજને કારણે અધિકારીઓએ વિસ્તાર ખાલી કરવો પડ્યો હતો. ઘાયલોમાંથી 13 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું સત્ય...
સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વીજળી અને ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે બાદમાં જણાવ્યું હતું કે, ઘટના સ્થળની ઓળખ ગેરકાયદેસર LPG રિફિલિંગ વેરહાઉસ તરીકે કરવામાં આવી હતી અને રિફિલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. મોટા ગેસ ટેન્કરોમાંથી નાના ટેન્કરો અને કોમર્શિયલ સિલિન્ડરોમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો. તેમણે એ પણ માહિતી આપી હતી કે મોટા ગેસ ટેન્કરમાં કથિત રીતે દાણચોરીથી LPG ભરેલું હતું. આ વિસ્ફોટમાં વેરહાઉસમાં હાજર પાંચ નાના-મોટા ગેસ ટેન્કરો નાશ પામ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?