EthiopiaVolcano :12 હજારવર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ 4500 કિમી દૂર દિલ્હી સુધી પહોંચી

ઇથોપિયાના અફાર વિસ્તારમાં હેલી ગુબ્બી જ્વાળામુખીમાં લગભગ 12 હજાર વર્ષ પછી વિસ્ફોટ થયો.

ઇથોપિયાના અફાર વિસ્તારમાં હેલી ગુબ્બી જ્વાળામુખીમાં લગભગ 12 હજાર વર્ષ પછી વિસ્ફોટ થયો.
ઇથોપિયાના અફાર પ્રદેશમાં આવેલા હેલી ગુબ્બી (Hayli Gubbi) જ્વાળામુખીનો 23 નવેમ્બરે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ (SO₂)નું વાદળું આકાશમાં 14 કિલોમીટર (46,000 ફૂટ) સુધી ઉંચે ગયું અને જેટ સ્ટ્રીમની મદદથી 4500 કિલોમીટર દૂર દિલ્હી-NCR સુધી પહોંચી ગયું.

ઉત્તરપૂર્વીય ઇથોપિયામાં એક જ્વાળામુખી ફાટ્યો છે, જેની અસર ભારત સુધી અનુભવાઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હૈલી ગુબ્બી જ્વાળામુખી ફાટવાના કારણે સોમવારે કોચીન એરપોર્ટથી ઉપડતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) ના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ સાવચેતીના પગલા તરીકે જેદ્દાહ અને દુબઈની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. વધુમાં, તેના વિસ્ફોટથી દિલ્હીથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધીની ફ્લાઇટ કામગીરી પર અસર થવાની સંભાવના છે. પરંતુ શું તમે જાણો છો કે, હૈલી ગુબ્બી જ્વાળામુખી 12,000 વર્ષમાં પહેલીવાર ફાટ્યો છે.
રાખ દિલ્હી સુધી કેવી રીતે પહોંચી?ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું: “રાખનું વાદળું હવે ઝડપથી ચીન તરફ આગળ વધી રહ્યું છે. આજે (25 નવેમ્બર) સાંજે 7:30 વાગ્યા સુધીમાં આ રાખ ભારતીય આકાશમાંથી પૂરેપૂરી સાફ થઈ જશે.”
વિસ્ફોટની ખાસ વાતોલેટેસ્ટ અપડેટ (25 નવેમ્બર, બપોર 3 વાગ્યા સુધી): સેટેલાઇટ ઇમેજરીમાં દેખાય છે કે રાખનું મોટાભાગનું વાદળું પાકિસ્તાન-ચીન તરફ ખસી ગયું છે. દિલ્હી ઉપર હવે ફક્ત પાતળું સ્તર બાકી છે, જે સાંજ સુધીમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?