Eli Cohen: ઈઝરાયલના અજાણ્યા હીરોની રોમાંચક જાસૂસી ગાથા
મોસાદના એક જાસૂસની કહાની જાણવા માટે ઈઝરાયલે ફરી જાસૂસી કરાવી 60 વર્ષની અંતે તમામ માહિતી એકઠી કરી ન્યાય આપ્યો.

60 વર્ષ બાદ એજન્ટને મળ્યો ન્યાય

60 વર્ષ બાદ એજન્ટને મળ્યો ન્યાય
એલી કોહેનની ચોકસાઈ અને હોંશિયારીથી ચાલતું આ મિશન લગભગ સંપૂર્ણ હતું, પણ એક નાનકડી ભૂલે તેમનું જીવન બદલી નાખ્યું. જાન્યુઆરી 1965માં સીરિયન કાઉન્ટર-ઈન્ટેલિજન્સે એલીના રેડિયો ટ્રાન્સમિશનના સિગ્નલ શોધી કાઢ્યા. એક ગુપ્ત ઓપરેશનમાં એલીને ઈઝરાયલને માહિતી મોકલતી વખતે રંગે હાથે ઝડપી લેવાયા. દમાસ્કસમાં તેમના પર જાસૂસીનો કેસ ચલાવાયો, અને વિશ્વભરના નેતાઓ અને એલીના પરિવારની વિનંતીઓ છતાં, સીરિયાએ તેમને માફી આપી નહીં. 18 મે, 1965ના રોજ, દમાસ્કસના રસ્તા પર એલી કોહેનને જાહેરમાં ફાંસી આપવામાં આવી.
60 વર્ષ પછીનું રહસ્યમય મિશન
એલીની ફાંસીએ ઈઝરાયલને હચમચાવી દીધું, પણ તેમની વારસો જીવંત રહ્યો. 60 વર્ષ પછી, 2025માં, મોસાદે ફરી એક ગુપ્ત મિશન ખેલીને સીરિયામાંથી એલી કોહેન સાથે સંબંધિત 2,500થી વધુ વસ્તુઓ હસ્તગત કરી. આમાં એલીના પત્રો, ઓડિયો રેકોર્ડિંગ્સ, ફોટોગ્રાફ્સ, નકલી પાસપોર્ટ, દમાસ્કસ એપાર્ટમેન્ટની ચાવીઓ, અને તેમની પ્રખ્યાત કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે. 18 મે, 2025ના રોજ, ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આમાંથી કેટલીક વસ્તુઓ એલીની વિધવા નાદિયા સાથે શેર કરી અને એલીને ‘ઈઝરાયલનો હીરો’ ગણાવ્યા.
એલી કોહેન એક જાસૂસ નહોતા, પણ એક એવી શક્તિ હતા જેમણે ઈઝરાયલની તાકાતને વિશ્વ સમક્ષ સાબિત કરી. તેમની જાસૂસીએ ન માત્ર 1967નું યુદ્ધ જીતાડ્યું, પણ મોસાદને વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓમાંથી એક બનાવી. આજે, જ્યારે ઈઝરાયલે તેમની વસ્તુઓને પાછી મેળવી છે, ત્યારે એલીની વારસો ફરી એકવાર ચર્ચામાં છે.
એલી કોહેનની આ રોમાંચક ગાથા એક એવી વાર્તા છે જે હિંમત, બલિદાન અને દેશભક્તિનું પ્રતીક છે. તેમનું જીવન આપણને શીખવે છે કે એક વ્યક્તિ પોતાના દેશ માટે કેટલું મોટું યોગદાન આપી શકે છે, ભલે તેની કિંમત ગમે તેટલી ચૂકવવી પડે.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?