મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.9ની તીવ્રતાના આવેલા ભયાનંક ભૂકંપથી ચારે તરફ તબાહી જોવા મળી રહી છે. આ ભૂકંપે ગુજરાતના કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપની યાદ અપાવી દીધી છે. કચ્છમાં પણ 2001માં 7.7ની તીવ્રતનો ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં અંદાજે 13800 લોકો મૃત્યુ માપ્યા હતા અને 167000 લોકો ઇજા પામ્યા હતા તો 1.2 મિલીયન મકાનો નાશ પામ્યા હતા. ચારે બાજુ કચ્છ જિલ્લામાં વિનાશ વેરાયો હતો. ગોઝારા ભૂકંપને લીધે જાનમાલની ભયાવહ તારાજી થઈ. ભુજ, અંજાર, ભચાઉ અને રાપર શહેર અને સેંકડો ગામડાં કાટમાળમાં ફેરવાયા હતા
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આજે બપોરે 7.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો અને લોકો આ ભૂકંપ સમજે તે પહેલાં જ તુરત જ 6.9ની તીવ્રતાનો આંચકો એટલે કે આફ્ટરશોક આવ્યો હતો જેના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી.
ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે વિશાળ ઇમારતો ધરાશાયી થઈ ગઈ. ભૂકંપના કારણે ભારે નુકસાનની આશંકા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના આંચકા દેશભરમાં અનુભવાયા હતા. ગંભીર વાત એ છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતું, જેના કારણે મોટા પાયે વિનાશ થવાની સંભાવના છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બહુમાળી ઇમારત જમીન પર તૂટી પડતી જોવા મળે છે. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, થાઇલેન્ડના વડા પ્રધાને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. મ્યાનમારમાં ૭.૨ અને બેંગકોકમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપને કારણે મોટી સંખ્યામાં લોકો જાનહાનિ થવાની આશંકા છે. સેંકડો લોકો ગુમ થયાના અહેવાલ છે. બંને દેશોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ પછી રસ્તાઓ પર અરાજકતા જોવા મળે છે. લોકો ડરી ગયા છે.
યુએસજીએસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨:૫૦ વાગ્યે, મ્યાનમારના સાગાઈંગ શહેરથી ૧૬ કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. બેંગકોકમાં પણ ભૂકંપને કારણે વિનાશ થવાની સંભાવના છે. લોકો પોતાના ઘરની બહાર દોડી રહ્યા હતા અને કેટલાક વીડિયોમાં લોકો જમતી વખતે ધ્રુજતા જોવા મળ્યા હતા. સૌથી ખતરનાક વીડિયો થાઈલેન્ડની રાજધાની બેંગકોકનો છે, જેમાં એક બહુમાળી ઇમારત પત્તાના ઢગલા જેવી તૂટી પડતી જોવા મળે છે.
કોલકાતા અને ઇમ્ફાલમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને જર્મનીના GFZ ભૂસ્તરશાસ્ત્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ બપોરના સમયે 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્ર પડોશી દેશ મ્યાનમારમાં હતું. કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા. મણિપુરમાં, ભૂકંપના આંચકાથી ઇમ્ફાલના થંગલ બજારમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જ્યાં ઘણી જૂની બહુમાળી ઇમારતો છે. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.
અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બર્માના મંડલે શહેર નજીક હતું. નવીનતમ છબીઓ દર્શાવે છે કે ઇરાવદી નદી પરનો એક વિશાળ પુલ તૂટી પડ્યો છે. મ્યાનમારની રાજધાની નાયપીડોમાં રસ્તાઓ પર તિરાડો પડી ગયા હોવાના અહેવાલો પણ છે. જ્યારે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં, ભૂકંપના આંચકા બાદ લોકો પડી રહેલી ઇમારતોમાંથી ભાગતા જોવા મળ્યા. એક વીડિયોમાં જોવા મળે છે કે એક ઈમારતના સ્વિમિંગ પૂલના પાણીમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સરકાર એક કટોકટી બેઠક યોજી રહી છે.
પીએમ મોદીએ કહ્યું- ભારત તમામ શક્ય મદદ પૂરી પાડવા તૈયાર છે
બંને દેશોમાં આવેલા વિનાશક ભૂકંપ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપના તીવ્ર આંચકાથી ચિંતિત છે. તે લોકોની સલામતી માટે પ્રાર્થના કરે છે. પીએમએ કહ્યું કે ભારત બંને દેશોને દરેક શક્ય રીતે મદદ કરવા તૈયાર છે. તેમણે ભારતમાં સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. તેમણે વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા પણ કહ્યું છે.