પેરુમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ઘટનામાં 1નું થયું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત
પેરુમાં રવિવારે રાત્રે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લીમા અને કૈલાઓમાં હલચલ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 5 ઈજાઓ નોંધાઈ છે.

પેરૂમાં ભૂકંપ

પેરૂમાં ભૂકંપ
રવિવારે રાત્રે દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેરુના મધ્ય કિનારે આવેલ લીમા અને બંદરીય શહેર કૈલાઓમાં આંચકા નોંધાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.
કેન્દ્રબિંદુ ક્યાં હતું?
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:35 વાગ્યે પેસિફિક મહાસાગરમાં આ ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પેરુની રાજધાની લીમાથી પશ્ચિમ દિશામાં, કૈલાઓથી 23 કિલોમીટર (અંદાજે 14 માઇલ) દક્ષિણ-પશ્ચિમમાં હતું.
જાનહાનિ અને ઈજાઓ
પોલીસ કર્નલ રામિરો ક્લાઉકોના જણાવ્યા મુજબ, લીમાના ઉત્તરી વિસ્તારમાં 36 વર્ષના એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. તે પોતાના વાહન બહાર મુસાફરની રાહ જોઈ રહ્યો હતો ત્યારે નજીકની નિર્માણાધીન ઈમારતની ચોથા માળે આવેલી દિવાલ તૂટી પડી હતી અને તેનું માથું પેસાઈ ગયું હતું.
પેરુના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, 5 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?