શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
WHOમાંથી હટવાનો નિર્ણય, પાછલી સરકારના 78 નિર્ણય રદ કર્યા

ટ્રમ્પે શપથ લેતા જ આ ફાઈલો પર સાઈન કરી

ટ્રમ્પે શપથ લેતા જ આ ફાઈલો પર સાઈન કરી
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પદના શપથ ગ્રહણ કર્યા. તેની સાથે જ તેઓ સત્તાવાર રીતે દેશના રાષ્ટ્ર પ્રમુખ બની ગયા છે. ટ્રમ્પે પદભાર સંભાળતા જ કાર્યકારી આદેશ પર સાઈન કર્યા છે. તેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું સભ્યપદથી અમેરિકાને બહાર નીકળવાના આદેશ પણ સામેલ છે.
ટ્રમ્પે શપથ લીધા બાદ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકારી આદેશ પર સાઈન કરી. આ દરમ્યાન તેમણે મોટી સંખ્યામાં બાઈડેન સરકારના 78 નિર્ણયો રદ કરી દીધા. તેની સાથે જ તેમણે પેરિસ જળવાયુ કરારમાંથી અમેરિકા બહાર હોવાની પણ જાહેરાત કરી દીધી.
ટ્રમ્પે કહ્યું કે, અમે કાર્યકારી આદેશ પર સાઈન કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા હું પાછલી સરકારમાં લેવામાં આવેલા વિનાશકારી નિર્ણયોને રદ કરીશ. આ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ સરકાર હતી.
ટ્રમ્પે શપથ લેતા જ આ ફાઈલો પર સાઈન કરી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?