Bangladesh વિરુદ્ધ Donald Trump ની કડક કાર્યવાહી, તમામ મદદ તાત્કાલિક અસરથી બંધ...
S. Jaishankar ઉઠાવ્યો હતો મુદ્દો...!

US દ્વારા Dhaka ને આપવામાં આવતી તમામ મદદ બંધ

US દ્વારા Dhaka ને આપવામાં આવતી તમામ મદદ બંધ
અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે બાંગ્લાદેશ (Bangladesh)ને આપવામાં આવતી તમામ સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં બાંગ્લાદેશ (Bangladesh)ને આપવામાં આવતી તમામ પ્રકારની સહાય તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશમાં બાંગ્લાદેશ (Bangladesh)ને આપવામાં આવતી મદદ રોકવાની સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ પર પણ રોક લગાવવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ (Bangladesh)માં ચાલી રહેલા તમામ કામને પણ તાત્કાલિક અસરથી રોકવામાં આવી રહ્યા છે. USAID એ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. જેમાં ગ્રાન્ટ, કોન્ટ્રાક્ટ સહિતના તમામ પ્રકારની સહાયતાના કાર્યક્રમો તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે.
એસ જયશંકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો...
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશ (Bangladesh)માં હિંદુઓ વિરુદ્ધ અપરાધોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્રને બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી. થોડા જ દિવસોમાં અમેરિકા (US)એ બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરી છે. જોકે, USS એ બાંગ્લાદેશ સામે પગલાં લેવાનું કોઈ કારણ આપ્યું નથી. પરંતુ ટ્રમ્પના આ નિર્ણયને બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. USAID એ અમેરિકન એજન્સી છે. જે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, કટોકટી અને માનવતાવાદી સહાય જેવી વસ્તુઓમાં વિવિધ દેશોને અબજો ડોલરની સહાય પૂરી પાડે છે. અમેરિકા (US)ના આ પગલાથી બાંગ્લાદેશને મોટો ફટકો પડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?