South Korea માં જંગલ આગનો તાંડવ: 18 મોત, 27 હજારથી વધુ બેઘર
આ આગ અત્યંત ખતરનાક બની ગઈ છે. આટલી મોટી આગ South Korea માં ક્યારેય જોવા મળી નથી...

4,650 ફાયરફાઈટર્સ આગ ઓલવવા માટે તૈનાત, 130 હેલિકોપ્ટરની મદદ પર લેવાઈ...

4,650 ફાયરફાઈટર્સ આગ ઓલવવા માટે તૈનાત, 130 હેલિકોપ્ટરની મદદ પર લેવાઈ...
અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ હવે South Korea માં જંગલમાં લાગેલી ભીષણ આગે તબાહી મચાવી છે. South Korea ના દક્ષિણ વિસ્તારમાં ફાટી નીકળેલી આ આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જેમાં 4 ફાયરફાઈટર્સ અને 1 સરકારી કર્મચારી પણ સામેલ છે.
South Korea ના ઈતિહાસની સૌથી મોટી જંગલ આગ...
બુધવારે અધિકારીઓએ જણાવ્યું કે,200 થી વધુ ઇમારતો બળીને ખાક થઈ ગઈ છે. 27,000 થી વધુ લોકોને ઘરો ખાલી કરાવવા પડ્યા છે. આ આગને South Korea ના ઈતિહાસની સૌથી ભીષણ જંગલ આગ ગણવામાં આવી રહી છે.
કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ શું કહ્યું?
South Korea ના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહ્યું કે, "આ આગ અત્યંત ખતરનાક બની ગઈ છે. આટલી મોટી આગ South Korea માં ક્યારેય જોવા મળી નથી. અમારે અમારી તમામ ક્ષમતાથી આગ ઓલવવાનો પ્રયાસ કરવો પડશે."
4,650 ફાયરફાઈટર્સ તૈનાત, 130 હેલિકોપ્ટરની મદદ...
હાન ડક-સૂએ વધુમાં કહ્યું કે, "ફાયરફાઈટર્સ રાતોરાત તીવ્ર પવન સામે સંઘર્ષ કરી રહ્યા છે." 4,650 થી વધુ ફાયરફાઈટર્સ, સૈનિકો અને અન્ય કર્મચારીઓ આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 130 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. અધિકારીઓએ ગુરુવારે થોડી રાહતની અપેક્ષા વ્યક્ત કરી હતી.
1,300 વર્ષ જૂનો બૌદ્ધ મઠ બળી ગયો...
South Korea ના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ, આગમાં 1,300 વર્ષ જૂનો ગૌંસા બૌદ્ધ મઠ પણ બળી ગયો છે. કોરિયા હેરિટેજ સર્વિસના જણાવ્યા મુજબ, 7મી સદીમાં બનેલા આ ઐતિહાસિક મઠને ભારે નુકસાન થયું છે.
43,330 એકર જમીન આગની ચપેટમાં...
અંદાજ મુજબ, આગ અત્યાર સુધીમાં 43,330 એકર જમીનનો નાશ કરી ચૂકી છે. આગ ઓલવવા માટે સરકાર અને રેસ્ક્યુ ટીમો સતત પ્રયાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?