ટોરોન્ટોમાં ડેલ્ટા વિમાન પલટી મારી ગયું, 17 ઘાયલ
ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર ડેલ્ટા વિમાન ક્રેશ લેન્ડિંગ, TSB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

ડેલ્ટા એરલાઇન્સનું વિમાન લેન્ડિંગ સમયે પલટી મારી ગયું હતું

ડેલ્ટા એરલાઇન્સનું વિમાન લેન્ડિંગ સમયે પલટી મારી ગયું હતું
ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે ડેલ્ટા એરલાઇન્સનું વિમાન લેન્ડિંગ સમયે પલટી મારી ગયું હતું , જેમાં 17 લોકો ઘાયલ થયા અને એરપોર્ટનાં સંચાલનમાં નોંધપાત્ર વિક્ષેપ સર્જાયો હતો. ડેલ્ટા ફ્લાઇટ 4819ની આ ઘટનાને કારણે ફ્લાઇટ્સને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે અને બે રનવે બંધ કરી દેવામાં આવ્યા હતાં, જેના કારણે કેટલાક સમય સુધી હવાઇ સેવા વિમાની મથક ખોરવાઇ ગઇ હતી.
ઘટનાની વિગતો
એન્ડેવર એર (ડેલ્ટા એરલાઇન્સની પ્રાદેશિક સહાયક કંપની) દ્વારા સંચાલિત બોમ્બાર્ડિયર CRJ-900 વિમાન મિનિયાપોલિસ-સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આવી રહ્યું હતું, જ્યારે સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 2:45 વાગ્યે ક્રેશ લેન્ડિંગ થયું. સાક્ષીઓ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફૂટેજ મુજબ, વિમાન સંપૂર્ણપણે પલટી ગયું, પેસેન્જરેને સહિસલામત બહાર કાઢવા ઇમરજન્સી કર્મચારીઓએ કામે લાગી ગયાં હતાં.
ટોરોન્ટો પિયર્સનના CEO દેબોરા ફ્લિન્ટે રાહત વ્યક્ત કરતાં કહ્યું, "અમે ખૂબ આભારી છીએ કે કોઈ જાનહાની થઈ નથી અને પ્રમાણમાં નાની ઈજાઓ થઈ છે. કોઈપણ એરપોર્ટના CEOને આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવી ગમતી નથી, પરંતુ આ એ જ છે જેના માટે અમારી ઇમરજન્સી ટીમ, અમારા ઓપરેશન્સ અને અમારા ફર્સ્ટ રિસ્પોન્ડર પાર્ટનર્સ બધા પ્રેક્ટિસ અને તાલીમબદ્ધ છે."
મુસાફરો અને ક્રૂ ફ્લાઇટમાં કુલ 80 લોકો હતા, જેમાં 76 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. બોર્ડ પર હાજર લોકોમાંથી 22 કેનેડિયન નાગરિકો હતા, જ્યારે બાકીના આંતરરાષ્ટ્રીય મુસાફરો હતા.
કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (TSB)એ અકસ્માતના કારણોની તપાસ માટે ઔપચારિક તપાસ શરૂ કરી છે. પ્રારંભિક રિપોર્ટ્સ સૂચવે છે કે લેન્ડિંગ સમયે તોફાની પવનો સહિતની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અકસ્માતનું કારણ બની શકે છે. જો કે, અધિકારીઓએ મિકેનિકલ સમસ્યાઓ અથવા પાયલટની ભૂલની શક્યતાને પણ નકારી નથી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ પુષ્ટિ કરી છે કે તે ઘટના સંબંધે કેનેડિયન અધિકારીઓ અને ડેલ્ટા એરલાઇન્સ સાથે સંકલન કરી રહ્યું છે. ડેલ્ટાએ એક ટૂંકું નિવેદન જારી કર્યું જેમાં ક્રેશની સ્વીકૃતિ અને અસરગ્રસ્ત મુસાફરોને સહાય કરવા તેમજ તપાસકર્તાઓ સાથે સહકાર કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?