નેપાળમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓના મોતથી ચકચાર
દર્શનાર્થીઓની ઈલેક્ટ્રિક બસ ઢાળ પરથી લપસી; મૃતકોમાં 5 પુરુષ અને 2 મહિલા સામેલ..

નેપાળમાં ભારતીય શ્રદ્ધાળુઓના મોત

નેપાળમાં ભારતીય શ્રદ્ધાળુઓના મોત
નેપાળના મધ્ય ભાગમાં આવેલા ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં શનિવારે સાંજે એક ભયાનક માઈક્રો બસ અકસ્માત સર્જાયો હતો. પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા ભારતીય શ્રદ્ધાળુઓની ઇલેક્ટ્રિક માઈક્રો બસ અચાનક રોડ પરથી લપસીને ઊંડી ખાઈમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં ૭ ભારતીય શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૭ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
જિલ્લા પોલીસ કચેરીના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ૨ મહિલાઓ અને ૫ પુરુષોનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ મુથુ કુમાર (૫૮), અનામલિક (૫૮), મીનાક્ષી (૫૯), શિવગામી (૫૩), વિજયલ (૫૭), મીના (૫૮) અને તમિલારસી (૬૦) તરીકે થઈ છે. આ તમામ શ્રદ્ધાળુઓ ભારતથી દર્શન માટે નેપાળ ગયા હતા.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, શહીદ લખન ગ્રામીણ નગરપાલિકાના કાંતાર વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. બસમાં ૧૨થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ સ્થાનિકો અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઈજાગ્રસ્તોને ભરતપુરની ચિતવન મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બસનો ડ્રાઈવર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેનો મદદનીશ ઈજાગ્રસ્ત થયો છે.
નેપાળમાં વધતા માર્ગ અકસ્માતો
નેપાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ગત ઓગસ્ટ ૨૦૨૪માં પણ ભારતીય શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો, જેમાં ૨૭ લોકોના મોત થયા હતા. ખરાબ રસ્તાઓ અને પહાડી વિસ્તારોમાં તીવ્ર ઢોળાવને કારણે વારંવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?