અમેરિકા સાથે ડીલ: ભારત આગળ, ચીન પાછળ
ભારત પર US ટેરિફ હવે 18%, નિકાસને નવી ગતિ, રશિયન તેલ મુદ્દે સહમતિ બાદ ભારતને વેપારી રાહત

અમેરિકા સાથે ડીલ

અમેરિકા સાથે ડીલ
ભારત–અમેરિકા વેપાર સંબંધોમાં વર્ષો બાદ મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી અટવાયેલો ટ્રેડ ડીલ હવે ભારત માટે ડબલ ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે. અમેરિકાએ એક સાથે બે મોટા નિર્ણય લઈને ભારતને વૈશ્વિક વેપારમાં સ્પષ્ટ ફાયદો પહોંચાડ્યો છે, જેના કારણે ચીન અને પાકિસ્તાન જેવા દેશો પાછળ રહી ગયા છે.
અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગતા કુલ ટેરિફમાં મોટી રાહત જાહેર કરી છે. અત્યાર સુધી ભારત પર લાગતા 25% બેઝિક ટેરિફને ઘટાડીને હવે 18% કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાગતો વધારાનો 25% પેનલ્ટી ટેરિફ સંપૂર્ણપણે હટાવી લેવાયો છે. આ રીતે ભારતને એકસાથે બે મોટી રાહતો મળી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ લેવામાં આવ્યો હોવાનું વ્હાઇટ હાઉસના સૂત્રોએ જણાવ્યું છે. નવા ટેરિફ માળખા બાદ ભારત હવે એશિયાના મોટા નિકાસકાર દેશોમાં સૌથી ઓછા શુલ્ક ધરાવતા દેશોમાં સ્થાન પામ્યું છે.
એશિયામાં ભારત આગળ, ચીન-પાકિસ્તાન પાછળનવા ટેરિફ મુજબ ભારત પર માત્ર 18% શુલ્ક રહેશે, જ્યારે ચીન પર 34%, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા પર 19% અને વિયેતનામ તથા બાંગ્લાદેશ પર 20% ટેરિફ યથાવત રહેશે. આ ફેરફારથી ભારતીય ઉત્પાદનોને અમેરિકી બજારમાં વધુ સ્પર્ધાત્મક ધાર મળશે.
રશિયન તેલ મુદ્દે પણ મોટો ફેરફારઆ ડીલ અંતર્ગત ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડવા સંમત થયું છે. તેના બદલે અમેરિકા અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવામાં આવશે. વિશ્લેષકો માને છે કે આ પગલું રશિયા–યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક રાજકારણમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
મોદી–ટ્રમ્પ નિવેદનવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈ મળશે. બીજી તરફ ટ્રમ્પે પણ ભારત સાથેની મિત્રતા અને વિશ્વાસના આધારે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું.
આ ડીલ હેઠળ ભારત પણ આગામી સમયમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે અમેરિકા પાસેથી અંદાજે 500 અબજ ડોલરના ઉત્પાદનો ખરીદવાની તૈયારીમાં છે.
શેરબજાર પર અસરએક ટેલિફોનીક વાતચીત અને ભારત-USના ટ્રેડ ડીલના સમાચારે આજે, 03 ફેબ્રુઆરીએ ભારતીય શેરબજારમાં હરિયાળી ફેલાવી દીધી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટી50માં શરુ થતાંની સાથે જ 3%નો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી50 અને સેન્સેક્સ માટે મોટા ગેપ-અપ ઓપનિંગ રહ્યું હતું, 3000+ પોઈન્ટ્સ ઉપર ઉછળ્યું હતું. ગિફ્ટ નિફ્ટી 26,086ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 945 પોઈન્ટનો પ્રીમિયમ હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?