અમેરિકાના વિઝા કૌભાંડમાં ચંદ્રકાંત પટેલની ધરપકડ!
નકલી લૂંટ રિપોર્ટ બનાવવા પોલીસ અધિકારીઓને 5 હજાર ડોલરની લાંચ આપતો હતો

10 વર્ષથી નકલી લૂંટ અંગેના પોલીસ અહેવાલો બનાવીને ભારતીયોને વિઝા અપાવતો હતો

10 વર્ષથી નકલી લૂંટ અંગેના પોલીસ અહેવાલો બનાવીને ભારતીયોને વિઝા અપાવતો હતો
અમેરિકામાં મસમોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ભારતીય મૂળના નાગરિક ચંદ્રકાંત પટેલ સહિત ઘણા પોલીસ અધિકારીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ચંદ્રકાંત પટેલ સામે નકલી લૂંટના અહેવાલો બનાવીને સેંકડો ભારતીયોને વિઝા મેળવવાનો આરોપ છે. આ કૌભાંડમાં 10 વર્ષ સુધી નકલી પોલીસ અહેવાલો બનાવીને વિઝા મેળવવામાં આવી રહ્યા હતા. ચંદ્રકાંત પટેલ વિઝા મેળવવા પોલીસને 5 હજાર ડોલર એટલે કે 4.30 લાખ રૂપિયાની લાંચ આપતો હતો.
ચંદ્રકાંત પટેલ લ્યુઇસિયાનામાં સબવે શોપ ઓપરેટર છે. તેણે લ્યુઇસિયાના પોલીસ વડાઓ, એક માર્શલ સાથે મીલીભગત કરીને એક દાયકા સુધી નકલી પોલીસ અહેવાલો તૈયાર કરાવ્યા હતા. જેથી સેંકડો લોકો ગુનાના પીડિતો માટે રચાયેલા વિઝા માટે અરજી કરી શકે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 16 જુલાઈના રોજ બહાર આવેલા ફેડરલ ગ્રાન્ડ જ્યુરી આરોપમાં કાયદા અમલીકરણ અધિકારીઓ અને દુકાન સંચાલક પર 62 આરોપો લગાવ્યા છે. લ્યુઇસિયાનાના પશ્ચિમ જિલ્લાના કાર્યકારી યુએસ એટર્ની એલેક્ઝાન્ડર સી.વાન હૂકે જણાવ્યું હતું કે, આરોપોમાં કાવતરું, ઇમિગ્રેશન છેતરપિંડી, લૂંટ, મેઇલ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે. આ પાંચ કથિત સહ આરોપીઓની 15 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી?
વાન હૂકે કહ્યું કે, વર્ષ 2015ના અંતથી, યુ વિઝા મેળવવા માંગતા લોકો સબવે ઓપરેટરના માલિક ચંદ્રકાંત લાલા પટેલને હજારો ડોલર ચૂકવીને યુએસમાં છેતરપિંડીથી વિઝા મેળવતા હતા. લાંચ લીધા પછી ચંદ્રકાંત પટેલ કાયદા અમલીકરણ અધિકારીઓને ચૂકવણી કરી નકલી પોલીસ રિપોર્ટમાં તેમના નામ નોંધાવતા હતા. વિઝા મેળવવા ઈચ્છતાં લોકોને સશસ્ત્ર લૂંટનો ભોગ બનેલા તરીકે વર્ણવવામાં આવતા હતા. જેથી તેઓ યુએસના વિઝા માટે લાયક બની શકે.
એફબીઆઈના ન્યૂ ઓર્લિયન્સ ઓફિસના સ્પેશિયલ એજન્ટ જોનાથન ટેપ કહે છે કે, અમે કાયદા અમલીકરણ અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ જનતાનું રક્ષણ કરે અને તેમના વિશ્વાસનો આદર કરે અને વ્યક્તિગત લાભ માટે તે વિશ્વાસ અને તેમના સન્માનને વેચે નહીં.
વેન હૂકે કહ્યું કે, કાયદા અમલીકરણમાં સામેલ આરોપીઓ ભ્રષ્ટ હોવા છતાં જનતાને તેમના સમુદાયોના બાકીના કાયદા અમલીકરણ અધિકારીઓ વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વેન હૂકે કહ્યું કે અમે આરોપ લગાવી રહ્યા નથી કે આ ભ્રષ્ટ પોલીસ વિભાગો છે.
વિઝા છેતરપિંડીમાં કોણ કોણ સામેલ હતા?
ફરિયાદીઓએ કહ્યું કે, આ વિઝા કૌભાંડમાં ચાર કેન્દ્રીય કાયદા અમલીકરણ અધિકારીઓ અને લ્યુઇસિયાનાના એક ઉદ્યોગપતિ પર આરોપ મૂકવામાં આવ્યો છે. ચંદ્રકાંત "લાલા" પટેલ ઉપરાંત, આમાં લ્યુઇસિયાના સિટી પોલીસ ચીફ ચાડ ડોયલ, લ્યુઇસિયાના વોર્ડ 5 માર્શલ ઓફિસના માર્શલ માઈકલ "ફ્રીક" સ્લેની, લ્યુઇસિયાના સિટી પોલીસ ચીફ ગ્લિન ડિક્સન અને ભૂતપૂર્વ લ્યુઇસિયાના સિટી પોલીસ ચીફ ટેબો ઓનિસિયાનો સમાવેશ થાય છે.
આ વિઝા કૌભાંડમાં આરોપીઓ દોષિત ઠરે તો તેમને કાવતરું ઘડવા માટે 5 વર્ષ સુધી, વિઝા છેતરપિંડી માટે 10 વર્ષ અને મેઇલ છેતરપિંડી માટે 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ચંદ્રકાંત પટેલને લાંચ લેવા બદલ 10 વર્ષ સુધીની જેલ અને દરેક કેસમાં 2.50 લાખ ડોલરનો દંડ ભરવો પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.