કેનેડાના નવા પીએમની રેસમાં વધુ એક ભારતવંશી ચન્દ્ર આર્ય
હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવા માટે આપણા દેશનું પુનર્નિર્માણ કરવા અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું

કેનેડાના નવા પીએમની રેસમાં વધુ એક ભારતવંશી ચન્દ્ર આર્ય

કેનેડાના નવા પીએમની રેસમાં વધુ એક ભારતવંશી ચન્દ્ર આર્ય
ભારતવંશી અને કેનેડામાં ભારત સમર્થક કેનેડાના સાંસદ ચન્દ્ર આર્ય પણ કેનાડાના પીએમની રેસમાં છે. હાલ ચન્દ્ર આર્ય કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સભ્ય છે. ચન્દ્ર આર્યએ લીબરલ પાર્ટી તરફથી પોતાની ઉમેદવારી રજૂ કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે હવે ભારતવંશી અનિતા આનંદની સાથે ચન્દ્ર આર્ય પણ રેસમાં છે.
મુળ કર્ણાટકના ચન્દ્ર આર્ય 2006થી કેનેડામાં રહે છે. રાજકારણમાં આવ્યા તે પહેલા તેઓ આર્ય ઇન્ડો-કેનેડા ઓટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા. ચન્દ્ર આર્ય કેનેડાના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન, ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમણે 2022માં કેનેડાની સંસદમાં તેમની માતૃભાષા કન્નડમાં ભાષણ આપ્યું હું જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
ચન્દ્ર આર્યએ અચાનક કરેલી જાહેરાતથી કેનેડામાં વસતા ભારતીયોમાં હર્ષનું મોજુ ફરી વળ્યું છે. ચન્દ્ર આર્યએ સોશિયલ મીડિયામાં લખ્યું કે 'હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવા માટે આપણા દેશનું પુનર્નિર્માણ કરવા અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું. હું આવી સરકારનું નેતૃત્વ કરવા તૈયાર છું. આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એવી સમસ્યાઓ જે પેઢીઓથી જોવા મળી નથી. આનો ઉકેલ લાવવા માટે કઠિન પસંદગીઓની જરૂર પડશે.'મેં હંમેશા કેનેડાના લોકો માટે શ્રેષ્ઠ કામ કરવા માટે સખત મહેનત કરી છે. આપણા બાળકો અને પૌત્ર-પૌત્રીઓના ભલા માટે સાહસિક નિર્ણયો લેવા જોઈએ. જો હું લિબરલ પાર્ટીનો આગામી નેતા ચૂંટાઈશ, તો હું મારા જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરીને આમ કરી શકું છું.'
ઉલ્લેખનિય છે કે તેમણે ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો ઉગ્ર વિરોધ પણ કર્યો હતો અને ત્યારબાદ તેમનો વિરોધ થતાં તેમને સુરક્ષા પણ પ્રદાન કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?